fbpx
રાષ્ટ્રીય

શેહલા રશીદના પિતાએ પુત્રીને ગણાવી એન્ટી નેશનલ, ડીજીપીને લખ્યો પત્રશેહલા રશીદના પિતાએ પુત્રી પર ત્રણ કરોડ રૂપિયા લેવાનો આરોપ લગાવ્યો

શેહલાએ તેના પિતાએ લગાવેલા આરોપોને પાયાવિહોણા ગણાવી ઘરેલુ હિંસાનો આરોપ મૂક્યો

જેએનયુની પૂર્વ વિદ્યાર્થીની નેતા શહલા રશીદએ પોતાના પિતાના આરોપોના જવાબમાં સોમવારના રોજ એક નિવેદન રજૂ કર્યું છે. શહલા અને તેમની માતા પર તેમના પિતા અબ્દુલ રશીદ શૌરા એ દેશદ્રોહ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ મૂકયો હતો. તેના જવાબમાં શહલા એ ટ્‌વીટ કરી પોતાના પર લાગેલા આરોપોને પાયાવિહોણા ગણાવ્યા, સાથો સાથ પિતા પર ઘરેલું હિસાના આરોપો પણ લગાવ્યા.
શહલા એ એક નિવેદન રજૂ કરતા કહ્યું કે પરિવારમાં આવું હોતું નથી, જેમકે મારા પિતાએ કર્યું છે. તેમણે મારી સાથો સાથ મારી માતા અને બહેન પર પણ પાયાવિહોણા આરોપો મૂકયા છે. શહલાએ ટ્‌વીટ કરતાં કહ્યું કે તે પત્નીને મારતા, એક અપમાજનક અને દુષ્ક વ્યક્તિ છે. અમે આખરે તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરવાનો ર્નિણય કર્યો છે અને આ સ્ટંટ તેની જ પ્રતિક્રિયા છે.
શહલા એ પોતાના નિવેદનમાં આગળ કહ્યું કે જાે કે આ પારિવારિક મુદ્દો છે પરંતુ અમારા પર લગાવેલા આરોપો બહુ ગંભીર છે. હકીકત તો એ છે કે મારી માતા, બહેન અને મેં અમારા પિતાની વિરૂદ્ધ કોર્ટમાં ઘરેલુ હિંસાની ફરિયાદ કરી છે. ૧૭ નવેમ્બર ૨૦૨૦ના રોજ અમારા ઘરમાં ઘૂસવા પર પ્રતિબંધ મૂકી દીધો છે. તમને બધાને અરજ છે કે તેમની વાતોને ગંભીરતાથી ના લો. આની પહેલાં વિદ્યાર્થીની શહલા રશીદ પર તેના પિતાએ દેશદ્રોહ અને દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ થવાનો આરોપ લગાવ્યો છે. તેમના માટે તેમણે પોલીસ મહાનિર્દેશકને એક પત્ર લખીને પોતાના જીવને ખતરો ગણાવતા પોલીસ સુરક્ષા પણ માંગી છે.
શહલના પિતા અબ્દુલ રશીદે દાવો કર્યો કે ૨૦૧૭ની સાલમાં તેમની દીકરી અચાનક જ કાશ્મીરના રાજકારણમાં આવી ગઇ હતી. પહેલાં તે નેશનલ કોન્ફરન્સમાં સામેલ થઇ હતી. ત્યારબાદ જેકેપીએમમાં સામેલ થઇ હતી. આ રાજકીય પક્ષની સ્થાપના આઇએએસ ઓફિસર શાહ ફૈસલે કરી હતી. અબ્દુલ રશીદે કહ્યું કે એમએલએ એન્જિનિયર રશીદ અને જુહુર વટાલી એ તેમની દીકરીને નવી પાર્ટીમાં સામેલ થવા માટે ત્રણ કરોડ રૂપિયાનું પેકેજ ઓફર કર્યું. ટેરર ફંડિંગ મામલામાં એન્જિનિયર રશીદ અને જુહુર વટાલીની ધરપકડ કરાઇ છે. અબ્દુલ રશીદે કહ્યું કે જૂન ૨૦૧૭મા આ બંને નેતાઓએ તેમને વટાલીના ઘરે બોલાવ્યા હતા જાે કે શ્રીનગરમાં છે. ત્યાં તેમણે કહ્યું કે નવી પાર્ટી બનાવા જઇ રહ્યા છે અને તેમની દીકરીને આમાં જાેડશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/