fbpx
રાષ્ટ્રીય

ભારતીય ટીમમાં ફેરફારની શક્યતા અંતિમ વન-ડેઃ ભારત ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ વ્હાઇટ વૉશથી બચવા મેદાને ઊતરશે

ઓસ્ટ્રેલિયા સામે વનડે સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ બુધવારે કેનબરા ખાતે રમાશે. મનુકા ઓવલના મેદાન પર ભારતીય ટીમ વિદેશમાં સતત બીજી ક્લીન સ્વીપથી બચવા માટે મેદાને ઊતરશે. આ પહેલાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ન્યૂઝીલેન્ડે પોતાના ઘરઆંગણે ભારતનો ૩-૦થી વ્હાઇટવોશ કર્યો હતો. કેનબરાના મેદાનની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા અહીં રમેલી ચારેય મેચ જીત્યું છે, જ્યારે ભારત આ ગ્રાઉન્ડ પર રમેલી બંને મેચ હારી ગયું છે.
આ સિરીઝમાં ભારતીય બોલર્સ ઝઝૂમી રહ્યા છે, તેવામાં જાે ભારતે વ્હાઇટવોશથી બચવું હોય તો બોલર્સ લય મેળવે એ જરૂરી છે. સિરીઝમાં ઓસ્ટ્રેલિયન બેટ્‌સમેને ભારતીય બોલર્સ પર હાવી રહ્યા છે. સ્ટીવ સ્મિથે પહેલી બંને વનડેમાં સદી મારી છે. જ્યારે કેપ્ટન આરોન ફિન્ચે પહેલી વનડેમાં સદી અને બીજી વનડેમાં ફિફટી મારી. ઇજાના કારણે સિરીઝની બહાર થયેલા ડેવિડ વોર્નરે પણ બંને મેચમાં ફિફટી મારી. સ્મિથ- ફિન્ચ સિવાય માર્નસ લબુશેન અને ગ્લેન મેક્સવેલ પણ સારા ફોર્મમાં છે. ભારતીય બેટ્‌સમેનની વાત કરીએ તો તેમને શરૂઆત મળી, પરંતુ એને મોટા સ્કોરમાં કન્વર્ટ કરવામાં નિષ્ફ્ળ રહ્યા છે.
શિખર ધવન અને હાર્દિક પંડ્યાએ પહેલી વનડેમાં ફિફટી મારી, પરંતુ ટીમને મેચ જિતાડી શક્યા નહીં. એ પછી બીજી વનડેમાં કપ્તાન વિરાટ કોહલી અને ઉપક્પ્તાન લોકેશ રાહુલે ફિફટી મારી, પરંતુ મોટો સ્કોર કરી શક્યા નહીં. તેવામાં ત્રીજી વનડેમાં મેચ જિતાડવા ભારતીય બેટ્‌સમેનોએ મોટો સ્કોર બનાવવો જરૂરી છે.
ભારતીય વનડે ટીમઃ
બેટ્‌સમેનઃ વિરાટ કોહલી (કેપ્ટન), શુભમન ગિલ, શિખર ધવન, લોકેશ રાહુલ (વાઇસ-કેપ્ટન, વિકેટકીપર), મનીષ પાંડે, શ્રેયસ ઐયર, મયંક અગ્રવાલ અને સંજુ સેમસન (વિકેટકીપર),હાર્દિક પંડ્યા,રવીન્દ્ર જાડેજા.
ઓસ્ટ્રેલિયા વનડે ટીમઃ આરોન ફિંચ (કેપ્ટન), એલેક્સ કેરી (વિકેટકીપર), સ્ટીવ સ્મિથ, ડેવિડ વોર્નર, મેથ્યુ વેડ (વિકેટકીપર), માર્નસ લબુશેન, મોઇઝિસ હેનરિક, ગ્લેન મેક્સવેલ, ડેનિયલ સેમ્સ, માર્કસ સ્ટોઇનિસ અને કેમેરોન ગ્રીન, પેટ કમિન્સ, સીન એબોટ, એશ્ટન અગર, જાેશ હેઝલવૂડ, મિચેલ સ્ટાર્ક, એન્ડ્રુ ટાઇ અને એડમ ઝામ્પા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/