fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીએ સર્વપક્ષીય બેઠકમાં કોરોનાની રસી અંગે ચર્ચા કરી‘દેશવાસી’ઓ ધ્યાનથી સાંભળોઃ ‘કોરોના રસી’ મફ્ત નહિં મળે.!

ભારત વેકસીન બનાવવાની નજીક, આવનારા થોડાક સપ્તાહમાં રસી મળી જવાના સંકેત, ૮ વેકસીન પર ટ્રાયલ ચાલુ
કેન્દ્ર-રાજ્યો મળીને વેકસીનની કિંમત અંગે ચર્ચા કરી રહ્યા છે, વૈજ્ઞાનિકો દ્વારા લીલીઝંડી મળ્યે રસીકરણ કાર્યક્રમ શરૂ થશે, એક ખાસ સોફટવેર બનાવાયું, સૌ પહેલા વોરીયર્સને મળશે રસી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ વેક્સીનને લઇ તમામ પક્ષોના નેતાઓને અપડેટ આપી દીધું છે. શુક્રવારના રોજ સર્વદલીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે વેક્સીનના સ્ટોક અને રિયલ ટાઇમ ઇન્ફોર્મેશન માટે એક ખાસ સોફટવેર તૈયાર કરાયું છે. તેમણે કહ્યું કે કોવિડનું રસીકરણ અભિયાન વ્યાપક હશે. તેમણે કહ્યું કે આવા અભિયાનોની વિરૂદ્ધ અફવાઓ ફેલાવામાં આવે છે. તેમણે તમામ રાજકીય પક્ષોને અપીલ કરી કે તેઓ લોકોને રસીને લઇ જાગૃત કરે. પીએમ મોદીએ કહ્યું કે એક્સપર્ટ માને છે કે આવનારા થોડાંક સપ્તાહમાં કોવિડ વેક્સીન તૈયાર થઇ જશે. તેમણે કહ્યું કે વૈજ્ઞાનિકો દ્વારા લીલી ઝંડી મળતા જ ભારતમાં રસીકરણ શરૂ કરી દેવાશે.
પીએમ મોદીએ બેઠક બાદ કહ્યું કે થોડાંક દિવસ પહેલાં મારી રસી બનાવતા વૈજ્ઞાનિકો સાથે પણ વાત થઇ છે. આપણા વૈજ્ઞાનિક પોતાની સફળતાને લઇ ખૂબ જ આશ્વસ્ત છે. ભારતમાં ૮ વેક્સીન ટ્રાયલના અલગ-અલગ સ્ટેજમાં છે અને તેનું મેન્યુફેકચરિંગ ભારતમાં જ થશે. દેશની ત્રણ વેક્સીન પણ અલગ-અલગ તબક્કામાં છે. એક્સપર્ટ માને છે કે રસીકરણ વધુ દૂર નથી. વૈજ્ઞાનિક આપણને જેવી ગ્રીન સિગ્નલ આપે છે ભારતમાં રસીકરણ અભિયાન શરૂ થઇ જશે.
મોદીએ કહ્યું કે પહેલાં તબક્કામાં હેલ્થકેર વર્કર્સ, પછી ફ્રન્ટલાઇન વર્કર્સ, અને વૃદ્ધ લોકોને અને ગંભીર બીમારીઓ સાથે જાેડાયેલા લોકોને રસી લગાવાશે. કેન્દ્ર અને રાજ્ય સરકારો વેક્સીનના ડિસ્ટ્રીબ્યુશનને લઇ ઝડપથી કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારતની પાસે માત્ર રસીકરણમાં જ વિશેષજ્ઞતા નથી પરંતુ ક્ષમતા પણ છે.
સર્વપક્ષીય બેઠકમાં પીએમ મોદીએ કહ્યું કે હેલ્થકેર વર્કર્સ, ફ્રન્ટલાઇન વર્કર્સ, અને વૃદ્ધોને કોરોનાની રસી સૌથી પહેલાં અપાશે. પીએમે કહ્યું કે કેન્દ્ર સરકાર રાજ્ય સરકારો સાથે વેકસીનની કિંમત પર પણ ચર્ચા કરી રહ્યા છે અને પબ્લિક હેલ્થનું સૌથી વધુ ધ્યાન રાખતા તેના પર ર્નિણય લેવાશે.
બેઠક દરમિયાન પીએમ મોદીએ રાજકીય પક્ષોને કહ્યું કે આપણે કોશિશ કરવી જાેઈએ કે રસીકરણ દરમિયાન અફવા ન ફેલાય. તેમણે કહ્યું કે આપણે એ સુનિશ્ચિત કરવાનું છે કે રસીકરણ દરમિયાન જરાય અફવા ન ફેલાય, એવી અફવાઓ જે દેશવિરોધી અને માનવ વિરોધી છે. આ પ્રકારે, તમામ રાજકીય પક્ષોએ એ સુનિશ્ચિત કરવું જાેઈએ કે આપણે તમામ ભારતીયોને આ પ્રકારની અફવાઓથી બચાવીએ.
કોરોનાની રસીના ભાવ પર રાજ્યો સાથે ચર્ચા કરવાના પીએમ મોદીના નિવેદન પરથી લાગે છે કે વેકસીન પર સબ્સિડી મળી શકે છે. આપને જણાવી દઇએ કે ભાજપે બિહાર ચૂંટણી દરમ્યાન વચન આપ્યું હતું કે જાે એનડીએની સરકાર આવે છે તો રાજ્યના તમામ લોકોને કોરોનાની રસી મફ્તમાં મળશે. પીએમના આ નિવેદન બાદ માનવામાં આવી રહ્યું છે કે દેશભરમાં કોવિડ-૧૯ વેક્સીન ફ્રી થશે નહીં પરંતુ તેના પર કેટલાંક સબ્સિડી આપી શકે છે.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ થોડા દિવસો પહેલા જ અમદાવાદ, હૈદરાબાદ અને પુણેની કોરોના વેક્સીન તૈયાર કરનારી કંપનીઓની મુલાકાત લીધી હતી. કોવિડ-૧૯ વેક્સીનના વિકાસ માટે થઈ રહેલા કાર્યોનું તેમણે નિરીક્ષણ કરીને ચર્ચા કરી હતી. ત્યારબાદ સરકારે આ સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/