fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે આજે પાંચમી વખત વાતચીત થશેખેડૂતોનું સરકારને અલ્ટિમેટમઃ આજે કૃષિ કાયદો પરત ખેંચો નહિ તો ભારત બંધ

આઠમી ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું, ખેડૂતોના આંદોલનને પં.બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીનો પણ સાથ મળ્યો, ભારતીય કિસાન સંઘના સેક્રેટરીએ સરકારને અલ્ટિમેટમ આપ્યું, મોદીના પૂતળા દહન કરવામાં આવશે

સરકારે પસાર કરેલા કૃષિ કાયદા અંગે ખેડૂતો હવે આક્રમક મૂડમાં આવી ગયા છે. ત્યારે ભારતીય કિસાન સંઘના જનરલ સેક્રેટરી (બીકેયુ-લાખોવાલ)એ સરકારને અલ્ટીમેટમ આપ્યું છે. આજે એટલે ૫ ડિસેમ્બર સુધી ખેતી સંલગ્ન કાયદા પરત ખેંચવામાં નહિ આવે તો મોદીના પૂતળા દહન કરવામાં આવશે. અને ૮ ડિસેમ્બરે ભારત બંધનું આહ્વાન કર્યું છે.
કૃષિ કાયદા વિરુદ્ધ ખેડૂતોના પ્રદર્શનનો શુક્રવારે ૯મો દિવસ છે. ખેડૂત આવતીકાલે યોજાનારી બેઠક માટે આજે રણીનિતી તૈયાર કરી રહ્યાં છે.ખેડૂત ભાઈઓને આજે દીદી એટલે કે બંગાળના સીએમ મમતા બેનર્જીનો પણ સાથ મળી ગયો છે. મમતા બેનર્જીએ ઘણા ખેડૂત નેતાઓ સાથે ફોન પર વાત કરી છે અને તેમને કહ્યું કે, કેન્દ્રીય કૃષિ કાયદા વિરુદ્ધ તમારા આંદોલનમાં તૃણમૂલ પુરી રીતે તમારી સાથે છે.
તો આ તરફ આંદોલનના કારણે દિલ્હી બોર્ડરના ૯ પોઈન્ટ પર ટ્રાફિક બંધ કરી દેવાયો છે. અમુક વૈકલ્પિક રસ્તા દિલ્હીમાં જવા માટે છે, પણ તેના પર પણ ટ્રાફિકની સ્થિતિ ખરાબ છે. હરિયાણા અને પંજાબના ખેડૂતો સતત બોર્ડર પર ભેગા થઈ રહ્યાં છે. આજે રાતે સિંધુ અને ટિકરી બોર્ડર પર હજારો યુવાનો ભેગા થશે.નવયુવાન ભારત સભાએ જણાવ્યું કે, મોગા, ફરીદકોટ, મુક્તસર, જાલંધર,અમૃતસર, ગુરદાસપુર, નવાનશહર, રોપડ, સંગરુર અને પટિયાલાથી યુવાન બોર્ડર પર આવી રહ્યાં છે.
ખેડૂતોના સપોર્ટમાં એવોર્ડ પરત કરવાનો સિલસિલો બીજા દિવસે શુક્રવારે પણ યથાવત રહ્યો. લેખક ડો. મોહનજીત, ચિંતક ડો. જસવિંદર અને પત્રકાર સ્વરાજબીરે તેમના સાહિત્ય અકાદમી એવોર્ડ પરત કરી દીધા છે.ગુરુવારે પંજાબના પૂર્વ મુખ્યમંત્રી પ્રકાશ સિંહ બાદલે તેમનો પદ્મવિભૂષણ એવોર્ડ પરત કરી દીધો હતો.
ખેડૂતો અને કેન્દ્ર વચ્ચે એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે થયેલી વાતચીતમાં સ્પષ્ટ થઈ ગયું હતું કે, આંદોલન હવે અટકશે નહીં. ક્રાંતિકારી ખેડૂત યુનિયનના લીડર દર્શનપાલે આજે કહ્યું કે, કેન્દ્ર કાયદામાં અમુક સુધારા માટે રાજી છે, પણ અમે નહીં. અમે તેમને જણાવી દીધું કે, આખા કાયદામાં ખામી છે. અમે આવતીકાલે યોજાનારી મીટિંગ પહેલા આજે ચર્ચા કરીશું અને અમારી રણનીતિ તૈયાર કરીશું. સંગઠનો વચ્ચે બેઠક થઈ રહી છે.
કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે ચોથા તબક્કાની વાતચીત ૭ કલાક સુધી ચાલી. બેઠક પછી કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરે ખેડૂતોને વિશ્વાસ અપાવ્યો કે મિનિમમ સપોર્ટ પ્રાઈઝને કંઈ નહીં થાય. તેમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે. એક્ટની જાેગવાઈમાં ખેડૂતોને સુરક્ષા આપવામાં આવી છે.
ખેડૂતોએ કહ્યું, મુદ્દો માત્ર સ્જીઁનો નથી, પણ કાયદો પૂરી રીતે પાછો લેવાનો છે. ભારતીય ખેડૂત યુનિયનના પ્રવક્તા રાકેશ ટિકૈતે કહ્યું, માત્ર એક નહીં, પણ ઘણા મુદ્દાઓ પર વાતચીત થવી જાેઈએ. કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે હવે પાંચમી વખત વાતચીત ૫ ડિસેમ્બરે થશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/