fbpx
રાષ્ટ્રીય

બીજા સ્થાને ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી,કમલા હેરિસ ત્રીજા સ્થાને ર્નિમલા સીતારામન વિશ્વની ૧૦૦-સૌથી પ્રભાવશાળી મહિલાઓની યાદીમા

નાણા મંત્રી ર્નિમલા સીતારમણ અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ, બાયોકોનના સ્થાપક કિરણ મઝુમદાર શો અને એચસીએલ એન્ટરપ્રાઇઝના સીઇઓ રોશની નાદર મલ્હોત્રાને વિશ્વની ૧૦૦ શક્તિશાળી મહિલાઓની ફોર્બ્સની યાદીમાં શામેલ કરવામાં આવ્યા છે. જર્મનીની ચાન્સલર એન્જેલા મર્કેલ સતત દસમા વર્ષે આ યાદીમાં ટોચ પર છે. ૧૭ મી વાર્ષિક ફોર્બ્સ પાવર લિસ્ટમાં ૩૦ દેશોની મહિલાઓ શામેલ છે.
ફોબ્ર્સે કહ્યું, “તેમાં દસ દેશોની પ્રમુખ ૩૮ સીઇઓ અને મનોરંજન ક્ષેત્રની પાંચ મહિલાઓ છે. તેમની ઉંમર, રાષ્ટ્રીયતા અને જુદા જુદા વ્યવસાય હોવા છતાં, તેમણે ૨૦૨૦ ની પડકારોનો સામનો કરવા માટે તેમના પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો. ‘સીતારમણ આ યાદીમાં ૪૧ મા સ્થાને છે, નાદર મલ્હોત્રા ૫૫ મા અને મજુમદાર શો નંબર ૬૮. આ યાદીમાં લેન્ડમાર્ક જૂથના વડા રેણુકા જગતિયાણી ૯૮ મા ક્રમે છે. મર્કેલ સતત દસમા વર્ષે પ્રથમ સ્થાન ધરાવે છે.
ફોબ્ર્સે કહ્યું, ‘મર્કેલ યુરોપનો અગ્રણી નેતા છે અને જર્મનીના નાણાકીય સંકટને પહોંચી વળીને જર્મનીની સૌથી મોટી અર્થવ્યવસ્થાનું નેતૃત્વ કરી રહ્યા છે. મર્કેલનું નેતૃત્વ અત્યંત મજબૂત રહ્યું છે, તેણે ડોનાલ્ડ ટ્રમ્પનો વિરોધ કર્યો, એક મિલિયનથી વધુ શરણાર્થીઓને જર્મનીમાં રહેવાની મંજૂરી આપી. લોકો હવે સૌથી મોટો સવાલ પૂછે છે કે મર્કેલની મુદત પૂરી થયા પછી કોણ તેની જગ્યા લેશે. ”યુનાઇટેડ સ્ટેટ્‌સ ઓફ અમેરિકાના નવા ચૂંટાયેલા ઉપરાષ્ટ્રપતિ હેરિસ આ પદ પર આવેલ પહેલી અશ્વેત મહિલા છે. આ યાદીમાં તે ત્રીજા સ્થાન પર છે.
આ યાદીમાં ન્યુઝીલેન્ડના પ્રધાનમંત્રી જેસિંડા આર્ડર્ન બીજા સ્થાને છે, ફોબ્ર્સે અહેવાલ આપ્યો છે કે તાઇવાનના રાષ્ટ્રપતિ સાઈ ઇંગ વેન ૩૭મા સ્થાને હતા, જેમણે જાન્યુઆરીમાં કોરોના વાયરસના દર્દીઓના સંપર્કમાં આવતા લોકોને શોધી કાઢવા માટે એક મુશ્કેલ પ્રોગ્રામ અમલમાં મૂક્યો હતો. આ વર્ષની યાદીમાં ૧૭ નવા લોકોનાં નામ શામેલ છે, જે દર્શાવે છે કે “વૈશ્વિક રોગચાળા દ્વારા બદલાતા સમાજનાં દરેક પાસામાં મહિલાઓ અગ્રેસરની ભૂમિકા નિભાવી રહી છે”.
આ યાદીમાં બિલ અને મિલિંદા ગેટ્‌સ ફાઉન્ડેશનના સહ અધ્યક્ષ મિલિંદા ગેટ્‌સ (પાંચમા સ્થાને), યુએસ હાઉસની સ્પીકર નેન્સી પેલોસી (સાતમા સ્થાને), ફેસબુકના મુખ્ય ઓપરેટિંગ અધિકારી શેરીલ સેન્ડબર્ગ (૨૨મા સ્થાને), યુકેના વડા પ્રધાન શેખ હસીના (૩૯મા સ્થાને), યુકે ક્વીન એલિઝાબેથ બીજા (૪૬મા સ્થાને), પ્રખ્યાત કલાકારો રીહાના (૬૯મા સ્થાને) અને બેયોન્સ (૭૨મા સ્થાને) છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/