fbpx
રાષ્ટ્રીય

મોદી કેબિનેટનો મોટો નિર્ણયદેશભરમાં PM Wi-Fi ને આપી મંજૂરી, ૧ કરોડ ડેટા સેન્ટર ખુલશે

લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાઇબર કનેક્ટિવિટીને જાેડવામાં આવશે, કોચ્ચિથી લક્ષદ્વીપના ૧૧ દ્વીપોમાં ૧૦૦૦ દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે
આર્ત્મનિભર ભારત રોજગાર યોજનાને મંજૂરી

કૃષિ કાયદા પર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વચ્ચે બુધવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક થઇ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આ બેઠક યોજાઇ. ત્યારબાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર, રવિશંકર પ્રસાદ અને સંતોષ ગંગવારે કેબિનેટના ર્નિણયોની જાણકારી આપી.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદના અનુસાર સરકાર દેશમાં ૧ કરોડ ડેટા સેન્ટર ખોલશે. આ પ્રોજેક્ટને પ્રધાનમંત્રી વાઇફાઇ એક્સેસ ઇન્ટરફેસ નામ આપ્યું છે, જેના દ્રારા દેશમાં વાઇ-ફાઇ ક્રાંતિ લાવવામાં આવશે.
તેના હેઠળ સરકાર પબ્લિક ડેટા ઓફિસખોલશે, તેના માટે કોઇ લાઇસન્સની જરૂર નહી પડે. કોઇપણ ઉપલબ્ધ દુકાનને ડેટા ઓફિસમાં બદલી શકાશે. સરકાર દ્વારા ડેટા ઓફિસ, ડેટા એગ્રિગેટર, એપ સિસ્ટમ માટે ૭ દિવસમાં સેન્ટર ખોલવાની પરવાનગી આપવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદે જણાવ્યું કે લક્ષદ્વીપના દ્વીપોમાં પણ ફાઇબર કનેક્ટિવિટીને જાેડવામાં આવશે. કોચ્ચિથી લક્ષદ્વીપના ૧૧ દ્વીપોમાં ૧૦૦૦ દિવસમાં કનેક્ટિવિટી પહોંચાડવામાં આવશે.
કેન્દ્રીય મંત્રી સંતોષ ગંગવારે પત્રકાર પરિષદમાં જાણકારી આપી કે દેશમાં આર્ત્મનિભર ભારત રોજગાર યોજના લાગૂ કરવામાં આવશે. જેના હેઠળ કુલ ૨૦૨૦-૩૦ સુધી ૨૨ હજર કરોડ રૂપિયાનો ખર્ચ આવશે. આ પ્રોજેક્ટ હેઠળ લગભગ ૫૮.૮ લાખ કર્મકહરીઓને ફાયદો મળશે. માર્ચ ૨૦૨૦થી આગામી વર્ષ સુધી જે લોકો નોકરી પર લાગેલા છે, તેમના ઈઁહ્લ અંશદાન સરકાર તરફથી આપવામાં આવશે. જે કંપનીમાં ૧૦૦૦થી વધુ કર્મચારી છે તેમના ૨૪ ટકા ઈઁહ્લ અંશદાન સરકાર આપશે.
સંતોષ ગંગવારના અનુસાર જ્યારે મોદી સરકાર સત્તામાં આવી હતી ત્યારે ઓર્ગેનાઇઝ્‌ડ સેક્ટરમાં ૬ કરોડ રોજગાર હતા. જે હવે વધીને ૧૦ કરોડ રોજગાર મળી ચૂક્યા છે. આ ઉપરાંત કેન્દ્રીય કેબિનેટે અરૂણાચલ પ્રદેશ, અસમના બે જિલ્લામાં યોજનાને મંજૂરી આપી છે. કેબિનેટ બ્રીફિંગ દરમિયાન જ્યારે મંત્રીઓ સાથે ખેડૂતો આંદોલન અને કૃષિ કાયદામાં ફેરફારની વાત કરવામાં આવી તો જવાબ મળ્યો કે સરકાર ખેડૂતો સાથે વાત કરી સમાધાન કાઢી રહી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/