fbpx
રાષ્ટ્રીય

હૈદરાબાદની કંપનીએ બેંકો સાથે રૂ.૭૯૨૬ કરોડની છેતરપિંડી કરી બેંક કૌભાંડ મામલે સીબીઆઇએ હૈદરાબાદની ટ્રાન્સસ્ટ્રૉય લિમિટેડ વિરુદ્ધ કેસ દાખલ કર્યો

૭૯૨૬ કરોડ રૂપિયાની બેંક છેતરપિંડી બદલ સીબીઆઇએ હૈદરાબાદ સ્થિત ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) અને તેના ડાયરેક્ટરો વિરૂદ્ધ કેસ દાખલ કર્યો છે. કેનેરા બેંકના નેતૃત્ત્વવાળા બેક જૂથ સાથે કુલ ૭૯૨૬ કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી છે. આ કૌભાંડને ભારતના બેકિંગ સેક્ટરનું સૌથી મોટું કૌભાંડ ગણવામાં આવી રહ્યું છે.
આ કૌભાંડની રકમ મેહુલ ચોકસીના કૌભાંડથી પણ વધી ગઇ છે. સીબીઆઇના જણાવ્યા અનુસાર નિરવ મોદીએ બેંકો સાથે ૬૦૦૦ કરોડ અને નિરવ મોદીએ બેંકો સાથે ૭૦૮૦.૮૬ કરો રૂપિયાની છેતરપિડી કરી હતી. આમ ટ્રાન્સટ્રોય (ઇન્ડિયા) લિમિટેડનું ૭૯૨૬ કરોડ રૂપિયાનું કૌભાંડ આ બેને કરતા પણ વધી જાય છે.
એજન્સીએ કંપની અને તેના આરોપી ડાયરેક્ટરોના પરિસરોમાં દરોડા પાડયા હતાં. આ દરોડા દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓના દસ્તાવેજાે મળી આવ્યા હતાં. સીબીઆઇએ પોતાની એફઆઇઆરમાં કંપની, તેના ચેરમેન-કમ-મેનેજિંગ ડાયરેક્ટર ચેરૂકુરી શ્રીધર અને એડિશનલ ડાયરેક્ટર રયાપતિ સંબાસિવા રાવ તથા અક્કીનેની સતિષના નામનો ઉલ્લેખ કર્યો છે.
આ એફઆઇઆરમાં આરોપ મૂકવામાં આવ્યો છે કે હૈદરબાદ સિૃથત આ ખાનગી કંપની અને તેના ડાયરેક્ટરોએ એકથી વધારે વખત ક્રેડિટ ફેસિલિટીનો ઉપયોગ કર્યો હતો. સીબીઆઇ પ્રવક્તા આર કે ગૌરે એક નિવેદનમાં જણાવ્યું છે કે કેનેરા બેંક અને અન્ય બેંકોના જૂથ સાથે આ છેતરપિંડી આચરવામાં આવી છે.
ફરિયાદકર્તાઓએ વધુમાં જણાવ્યું છે કે આરોપીઓએ બેંકો સમક્ષ કંપનીના ખોટા નાણાકીય હિસાબો રજૂ કરી લોન સહિતની સુવિધાઓનો લાભ મેળવ્યો હતો. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન(સીબીઆઇ)એ આરોપ મૂક્યો છે કે બેંક લોન છેતરપિંડીને કારણે બેંકોના જૂથને કુલ ૭૯૨૬.૦૧ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ગૌરે વધુમાં જણાવ્યું હતું કે આરોપી કંપની અને ડાયરેક્ટરોના હૈદરાબાદ અને ગુન્તુર સિૃથત પરિસરોમાં દરોડા પાડવામાં આવ્યા હતાં. આ દરોડા દરમિયાન બેંક સાથે આચરવામાં આવેલી છેતરપિંડીના પુરાવા મળી આવ્યા હતાં. સીબીઆઇના જણાવ્યા અનુસાર નિરવ મોદીએ ૬૦૦૦ કરોડ રૂપિયા અને મેહુલ ચોકસીએ ૭૦૮૦.૬૦ કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યુ હતું.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/