fbpx
રાષ્ટ્રીય

યુકેથી ભારત આવનાર ફ્લાઈટ્‌સ પર ૭ જાન્યુઆરી સુધી પ્રતિબંધ ભારતમાં કોરોનાના નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી

કોરોના વાયરસના નવા સ્ટ્રેને ભારતમાં પણ દેખા દેતા કેંન્દ્ર સરકારે બ્રિટનથી આવનારી તમામ ફ્લાઈટ પર પ્રતિબંધ ૭ જાન્યુઆરી સુધી વધારી દીધો છે. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રીએ આ બાબતે જાહેરાત કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં આ નવા સ્ટ્રેનના ૨૦ કેસ સામે આવતા સનસનાટી મચી જવા પામી છે.
કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ આ મામલે જાણકારી આપતા કહ્યું હતું કે, ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી યૂનાઈટેડ કિંગડમથી અવાનારી અને અહીંથી જનારી તમામ ફ્લાઈટો પર લગાડાયેલો અસ્થાયી પ્રતિબંધ આગળ આગળ ધપાવવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
હરદીપ સિંહ પુરીએ ટિ્‌વટ કરીને જાણકારી આપી હતી કે- ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી બ્રિટનથી આવતી અને જતી તમામ વિમાનોને અસ્થાયી રૂપે પ્રતિબંધિત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. ત્યાર બાદ વિમાન સેવા ફરી શરૂ કરવામાં આવશે પણ કડક પાલન સાથે. આ માટેની માર્ગદર્શીકા ટુંક સમયમાં જ જાહેર કરવામાં આવશે.
બ્રિટનમાં કોરોના વાયરસનું નવુ સ્વરૂપ મળી આવતા દુનિયાભરના દેશોમાં હાહાકાર મચી જવા પામ્યો છે. ભારતમાં પણ આ સ્ટ્રેનના નવા ૨૦ જેટલા કેસ મળી આવતા સરકારના કાન સરવા થયા છે. આટલી મોટી સંખ્યામાં કેસો સામે આવતા જ ભારતે ૨૧-૨૨ ડિસેમ્બરની મધ્ય રાત્રીથી જ બ્રિટનથી આવનારી તમામ ઉડાનો પર પ્રતિબંધ લગાવી દીધો હતો. સાથે જ ભારતમાંથી બ્રિટન જતી ફ્લાઈટો પર પણ પ્રતિબંધ લગાવી દેવાયો છે. કેન્દ્ર સરકારે આ પ્રતિબંધને હવે ૭ જાન્યુઆરી ૨૦૨૧ સુધી વધારી દીધો છે. ભારત ઉપરાંત ફ્રાંસ, જર્મની, નેધરલેન્ડ, સહિતના અનેક યૂરોપિયન દેશોએ પણ બ્રિટન પર હવાઈ પ્રતિબંધ લગાવી દીધો છે.
જાેકે, ૨૫મી નવેમ્બરથી ૨૩મી ડિસેમ્બર વચ્ચે ભારતમાં ૩૩,૦૦૦થી વધુ પ્રવાસીઓ યુકેથી ભારતના વિવિધ એરપોટ્‌ર્સ પર આવ્યા હતા. કેન્દ્ર સરકારે રાજ્યો સાથે મળીને બધા જ પ્રવાસીઓને શોધવાની અને તેમના આરટી-પીસીઆર ટેસ્ટ કરાવવાની કામગીરી હાથ ધરી છે.
ભારતે કોરોનાના નવા પ્રકારની તપાસ માટે અને તેને રોકવા માટે સક્રિય રણનીતિ તૈયાર કરી છે, જેના ભાગરૂપે ૨૩મી ડિસેમ્બરથી બ્રિટનથી આવતી તમામ ફ્લાઈટ્‌સ પર ૩૧મી ડિસેમ્બર સુધી પ્રતિબંધ મૂકી દેવાયો હતો. બ્રિટનથી પરત ફરેલા તમામ પ્રવાસીઓની ૧૦ સરકારી લેબોરેટરીમાં આરટી-પીસીઆરની તપાસ ફરજિયાત કરાવાઈ છે.
સ્વાસ્થ્ય મંત્રાલયે ૨૨મી ડિસેમ્બરે જાહેર કરેલા ‘જિનોમિક સિક્વન્સિંગ’ દિશા-નિર્દેશોમાં જણાવાયું હતું કે, છેલ્લા કેટલાક દિવસમાં ભારત આવેલા બધા જ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓમાંથી જેમનામાં કોરોનાના લક્ષણ મળી આવે તેમનું જિનોમ સિક્વન્સિંગ કરાવવાનું રહેશે. મંત્રાલયે પ્રયોગશાળા અને મહામારી નિરિક્ષણ અને દેશમાં કોરોના વાઈરસની સંપૂર્ણ જિનોમ સિક્વન્સિંગના પ્રસાર અને તેને સમજવા માટે ભારતીય સાર્સ-સીઓવી-૨ જિનોમિક્સ કન્સોર્ટિયમની સ્થાપના કરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/