fbpx
રાષ્ટ્રીય

કોરોના વાઇરસ બે માસમા નષ્ટ થઇ જશેઃ જગવિખ્યાત વાઇરોલોજિસ્ટ ડૉક્ટર જેકબ

જગવિખ્યાત વાઇરોલોજિસ્ટ ડૉક્ટર ટી જેકબ જાેને કહ્યું હતું કે કોરોના વાઇરસ હવે વધુમાં વધુ બે માસમા નષ્ટ થઇ જશે. વાઇરસના નવા સ્ટ્રેન વિશે બોલતાં તેમણે કહ્યું કે બીજા સ્ટ્રેનના વાઇરસને સમજવા માટે આપણે પહેલા તબક્કાના વાઇરસનો ઊંડો અભ્યાસ કરવો પડશે.
જાે કે નવા સ્ટ્રેનની વાત સાચી છે એમ તેમણે કહ્યું હતું. વાઇરસનો નવો સ્ટ્રેન આવી ચૂક્યો છે એ તેમણે સ્વીકાર્યું હતું.
વેલ્લોરની ક્રિશ્ચન મેડિકલ કૉલેજના ભૂતપૂર્વ અધ્યાપક અને ટોચના વાઇરોલોજિસ્ટ ડૉક્ટર જેકબે કહ્યું કે કોવેક્સિન બનાવવાની પદ્ધતિ અભૂતપૂર્વ છે પરંતુ એ સાથે આપણે યાદ રાખવું જાેઇએ કે અત્યારે સમય પણ અભૂતપૂર્વ છે. કોવેક્સિન ઇમર્જન્સી સ્ટેજમાં વાપરવાની સંમતિ આપવામાં આવી છે પરંતુ સરકાર માટે આ વેક્સિન ખરીદવી બંધનકર્તા નથી. કોવેક્સિનના વિવાદ અંગે ડૉક્ટ જેકબે કહ્યું કે મારો અંગત અભિપ્રાય પૂછવામાં આવે તો હું કોવીશીલ્ડને બદલે કોવેક્સિન લેવાનું વધુ પસંદ કરું. વિવાદના મુદ્દે તેમણે કહ્યું કે વિવાદથી નુકસાન કોને છે. લોકોને એ હકીકત ધ્યાનમાં રહેવી ઘટે.
તેમણે કહ્યું કે વેક્સિનની અસર ૫૦ ટકા કે તેથી વધુ હોય તો આપોઆપ રજિસ્ટ્રેશન માટે યોગ્ય ઠરે છે. એની અસરના આંકડા જાેઇતા હોય તો ટ્રાયલ કૉડને તોડવો પડે. ડેટા એન્ડ સેફ્ટી મોનિટરીંગ બોર્ડના નિયમ મુજબની આ વાત છે. ઇમર્જન્સીમાં વાપરવાની સંમતિ અપાય એનો અર્થ એ છે કે આ વેક્સિન પૂરેપૂરી સુરક્ષિત છે અને એ બીજા તબક્કાની ટ્રાયલના પરિણામો પર આધારિત વાત હતી. તો જ ડીજીસીઆઇએ એને પરવાનગી આપી હોય. વેક્સિન રિએક્ટોજેનિક નથી. એક વિજ્ઞાનીએ એને પાણીની જેમ રિએક્ટોજેનિક ગણાવી હતી. એ બરાબર નહોતું. મારી જાણ મુજબ ૨૪ હજાર વ્યક્તિઓએ આ વેક્સિનની ટ્રાયલમાં ભાગ લીધો હતો. સુરક્ષિતતાના મુદ્દે વેક્સિન અસરકારક સાબિત થઇ હતી. ભોપાલમાં થયેલા મૃત્યુ સાથે આ વાતને કશી લેવાદેવા નથી એ યાદ રહેવું ઘટે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/