fbpx
રાષ્ટ્રીય

કોઈ યુદ્ધ વિનાના દાયકાના પ્રથમ રાષ્ટ્રપતિ હોવાનું ગૌરવઃ ટ્રમ્પનું વિદાય ભાષણ

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કાર્યકાળના અંતિમ દિવસોમાં પોતાની કલંકિત વિરાસતને સુધારવાનો પ્રયત્ન કરતા બુધવારે સમય અનુસાર પોતાની સરકારની ઉપલબ્ધીઓનો ઉલ્લેખ કર્યો. તેમણે સાથે જ કહ્યું કે, આ તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા આંદોલનની બસ શરૂઆત છે. એક ફેરવેલ વિડીયોમાં ટ્રમ્પે આગામી રાષ્ટ્રપતિ જાે બાઈડેનને શુભકામનાઓ આપી. ટ્રમ્પે કહ્યું કે, આ અઠવાડિયે આપણને નવી સરકાર મળશે. અમે પ્રાર્થના કરીએ છીએ કે અમેરિકાને સુરક્ષિત અને સમૃદ્ધ બનાવી રાખવામાં તેમને સફળતા મળે.”
ટ્રમ્પે વિડીયોમાં કહ્યું કે, “અમે અમારી શુભકામનાઓ આપીએ છીએ અને અમે એ પણ ઇચ્છીએ છીએ કે તેમને ભાગ્યનો સાથ મળે.” ચૂંટણી દરમિયાન મોટી સંખ્યામાં મતદાનમાં ગરબડના આરોપ લગાવનારા ટ્રમ્પે પોતાના આખા ભાષણમાં બાઇડેનનું નામ ના લીધું. તેમણે નવી સરકાર માટે, ‘આગામી સરકાર’ શબ્દનો ઉપયોગ કર્યો. ટ્રમ્પના અનેક સમર્થકોનું માનવું છે કે ચૂંટણીમાં ગરબડ કરવામાં આવી છે. ટ્રમ્પે સંબોધનમાં રાષ્ટ્રપતિ કાર્યકાળને લોકોની એક જીત તરીકે રજૂ કરવાનો પ્રયત્ન કર્યો.
તેમણે પોતાના ભાષણ દરમિયાન ટોચની ઉપલબ્ધીઓના રૂપમાં મધ્ય-પૂર્વમાં સંબંધોને સામાન્ય બનાવવાના પ્રયત્નો, કોરોના વાયરસ વેક્સિનેશન અને એક નવું અંતરિક્ષબળ બનાવવાનો ઉલ્લેખ કર્યો. ટ્રમ્પે વિવાદોનો બચાવ કરવાનો પ્રયત્ન કર્યો જે છેલ્લા ૪ વર્ષથી સાચા ઠેરવવામાં આવી રહ્યા છે. ટ્રમ્પે કહ્યું કે, “રાષ્ટ્રપતિ તરીકે મારી સર્વોચ્ચ પ્રાથમિકતા, મારી નિરંતરતા, હંમેશા અમેરિકન શ્રમિકો અને અમેરિકન પરિવારોના સર્વોત્તમ હિત રહ્યા છે. મે એ રસ્તો નથી પકડ્યો જેમાં ઓછામાં ઓછી ટીકા મળે. મે મુશ્કેલ લડાઈઓ માટે સૌથી મુશ્કેલ વિકલ્પ અપનાવ્યો, કેમકે તમે મને એવું કરવા માટે ચૂંટ્યો હતો.”
ટ્રમ્પે પોતાના સમર્થકોને સંબોધિત કરતા એ પણ સ્પષ્ટ કર્યું કે, તેઓ બુધવાર બપોરે નવી સરકારને સત્તા સોંપશે, પરંતુ હું તમને જણાવવા ઇચ્છુ છું કે અમારા દ્વારા શરૂ કરવામાં આંદોલનની આ ફક્ત શરૂઆત છે. આવું કંઈ પણ નથી થયું.

પોમ્પિયોએ ભારતને ચીન-રશિયાથી સાવધ રહેવા કહ્યું
તો ટ્રમ્પના વિદેશ મંત્રી માઇક પોમ્પિયોએ એક સલાહમાં ભારતને ચીન અને રશિયાથી સાવધ કર્યું છે. પોમ્પિયોએ બ્રાઝીલ, ભારત, રશિયા અને ચીનનો ઉલ્લેખ કરતા બ્રિક્સનો ઉલ્લેખ કર્યો છે. પોમ્પિયોએ ટ્‌વીટ કર્યું કે, ‘બ્રિક્સ યાદ છે? ચલો જાયર બોલ્સોનારો અને નરેન્દ્ર મોદીનો આભાર. મ્ અને ૈં બંનેને ખબર છે કે ઝ્ર અને ઇ તેમના લોકો માટે ખતરો છે.’ ઉલ્લેખનીય છે કે બ્રિક્સ એટલે કે બ્રાઝીલ, રશિયા, ઇન્ડિયા, ચીન અને સાઉથ આફ્રિકાનું સંગઠન છે. તેમણે જતા જતા સ્પષ્ટ સંકેત આપ્યા કે ચીન અને રશિયા બ્રાઝીલ અને ભારત માટે ખતરો પેદા કરે છે.ગાઢ ધુમ્મસના પગલે ટ્રકે એક કરતા વધુ વાહનોને ટક્કર મારતા અકસ્માત સર્જાયો
પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગમખ્વાર અકસ્માતઃ ૧૩ લોકોના મોત
૧૯ લોકો અકસ્માતમાં ઘાયલ થયા, દેશમાં ૨૪ કલાકમાં ગુજરાત-પશ્ચિમ બંગાળમાં અકસ્માત કુલ ૨૮ લોકોના મોત નિપજ્યા, વડાપ્રધાને દુઃખ વ્યક્ત કર્યું
(જી.એન.એસ.)જલપાઇગુડી,તા.૨૦
પશ્ચિમ બંગાળના જલપાઇગુડીમાં ગાઢ ધૂમ્મસના પગલે મંગળવારે રાત્રે લોખંડના બોલ્ડર ભરેલી ટ્રક એક કરતાં વધુ વાહનો સાથે ટકરાતાં ઓછામાં ઓછા ૧૩ જણના મૃત્યુ થયાં હતાં અને બીજા ૧૮-૧૯ જણને ઇજા થઇ હતી. એમાંના કેટલાકની ઇજા ગંભીર હોવાનું કહેવાય છે.
માર્ગ અકસ્માતને પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસના મતે ગાઢ ધુમ્મસથી વિઝિબિલિટી બિલકુલ લો હતી અને ધુગપુડી તરફ રોંગ સાઈડમાં જઈ રહેલી ત્રણ જેટલી કાર સાથે પથ્થર ભરેલા ટ્રકની ટક્કર થઈ હતી. લગ્નની ખુશી મનાવવા જઈ રહેલા જાનૈયાઓની ત્રણ કારને અકસ્માત થતા હરખનો માહોલ ગમમાં ફેરવાઈ ગયો હતો. ઘાયલોને જલપાઈગુડીની સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ઇજાગ્રસ્તોને જલપાઇગુડીની એક હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા. જલપાઇગુડીના એએસપી ડૉક્ટર સુમંત રૉયના કહેવા મુજબ મંગળવારે રાત્રે નવને પાંચે બોલ્ડર ભરેલી એક ટ્રક માયાનાલી પાસેથી પસાર થઇ રહી હતી.
ટ્રક મૈના ગુડી તરફ જઇ રહી હતી. એ સમયે સામેથી ખોટી દિશામાં એક તાતા મેજિક અને બીજાં વાહન આવી રહ્યા હતાં. ગાઢ ધૂમ્મસના પગલે પહેલાં ટ્રક તાતા મેજિક સાથે ટકરાઇ હતી. ત્યારબાદ ટ્રકમાં રહેલાં બોલ્ડર્સ પડખેથી પસાર થઇ રહેલાં બીજાં વાહનો પર પડ્યા હતા અને અકસ્માતની ગંભીરતા વધી ગઇ હતી.

આમ થવાથી ૧૩ વ્યક્તિનાં મોત થયાં હતાં અને બીજા અઢાર ઓગણીસ જણને ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને પહેલાં ધૂપગુડી નજીકની હૉસ્પિટલમાં લઇ જવાયા હતા. ત્યારબાદ જલપાઇગુડીની મોટી હૉસ્પિટલમાં શીફ્ટ કરાયા હતા.
પ્રત્યક્ષદર્શીઓનું માનીએ તો બોલ્ડરથી ભરેલો ટ્રક, એબીજા ટ્રકની ઓવરટેક કરી રહ્યો હતો. આ દરમિયાન રોંગ સાઇડમાંથી આવી રહેલી ગાડીઓ સાથે તેની ટક્કર થઇ અને બોલ્ડર બીજી ગાડીઓ પર પડ્યા હતા. અકસ્માતનો ગુનો નોંધી ટ્રક ડ્રાઇવરની ધરપકડ કરવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારને ૨-૨ લાખ રૂપિયા અને ઘાયલોને ૫૦-૫૦ હજાર રૂપિયાની મદદ કરવાની પણ જાહેરાત કરી હતી.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં સુરતથી ૬૦ કિલોમીટર દૂર કોસંબા વિસ્તારમાં એક દિવસ પહેલાં જ ડમ્પરે ૨૦ લોકોને કચડી નાખ્યા હતા, જેમાં ૧૫ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસે જણાવ્યું હતું કે બધા મજૂર હતા અને રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના હતા. કિમ-માંડવી રોડ પર પાલોદગામ નજીક આ અકસ્માત થયો હતો. મજૂરો ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/