કર્ણાટક વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય ચાલુ બેઠકો મોબાઇલમાં પોર્ન ક્લિપ જાેતા ઝડપાયા
કર્ણાટક વિધાન પરિષદની ચાલુ બેઠકે પોતાના મોબાઇલ ફોન પર પોર્ન માણી રહેલા કોંગ્રેસી વિધાનસભ્ય સામે હોબાળો થયો હતો. આ ઘટનાની વિડિયો ક્લીપ સોશ્યલ મિડિયા પર વાઇરલ થઇ હતી.
કોંગ્રેસી ધારાસભ્ય પ્રકાશ રાઠોડની આ વિડિયો ક્લીપે ચકચાર જગાડી હતી. ભાજપે આ કોંગ્રેસી ધારાસભ્ય પર એવો આક્ષેપ કર્યો હતો કે એણે વિધાન પરિષદની ગરિમાને કલંકિત કરી હતી. પ્રકાશ રાઠોડે ધારાસભ્યપદેથી રાજીનામું આપી દેવું જાેઇએ.
પ્રકાશ રાઠોડ વિધાન પરિષદની ચાલુ બેઠકમાં સ્માર્ટ ફોન પર પોર્નની મોજ માણી રહ્યા હતા એેવી વિડિયો ક્લીપ કન્નડ ભાષી એક ટીવી ચેનલે કેટલોક હિસ્સો બ્લર્ડ કરીને ટેલિકાસ્ટ કર્યો હતો. એ સાથે ચોમેર હો હા મચી ગઇ હતી. ભાજપે પ્રકાશ રાઠોડની અને ખાસ તો કોંગ્રેસી કલ્ચરની ટીકા કરી હતી અને સ્પીકર સમક્ષ રજૂઆત કરી હતી કે આ ધારાસભ્યને રાજીનામું આપવાની ફરજ પાડવામાં આવે.
પ્રકાશ રાઠોડે મિડિયા સમક્ષ એવો દાવો કર્યો હતો કે વિધાન પરિષદમાં પ્રશ્નોત્તર કાળ ચાલી રહ્યો હતો અને હું મારા મોબાઇલમાં કયો સવાલ પૂછવો એની સામગ્રી તપાસી રહ્યો હતો. પોર્ન જાેઇ રહ્યો હોવાના મારા પર મૂકાઇ રહેલા આક્ષેપો નાપાયાદાર અને ખોટા હતા. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે મારા ફોનની મેમરી ફૂલ હતી એટલે હું કેટલીક ફાઇલ્સ ડિલિટ કરી રહ્યો હતો. આવી સાવ સામાન્ય બાબતને ભાજપે વિકૃત રૂપ આપી દીધું હતું. કોંગ્રેસે સંબંધિત ટીવી ચેનલને પણ એવી અપીલ કરી હતી કે સાચી વાત રજૂ કરો.
જાે કે ભાજપ કંઇ દૂધે ધોયેલો નથી. ૨૦૧૨માં કર્ણાટકના શાસક પક્ષ ભાજપના ત્રણ પ્રધાનો વિધાનસભાની ચાલુ બેઠકમાં મોબાઇલ પર અશ્લીલ ક્લીપ જાેઇ રહ્યા હોવાનું વિધાનસભાના સીસીટીવી કેમેરામાં ઝડપાયું હતું. એ પ્રસંગે ભાજપને નીચાજાેણું થયું હતું. જાે કે હોબાળો થયા બાદ ત્રણે પ્રધાનોએ રાજીનામાં ધરી દીધાં હતાં. એ સમયે સહકાર પ્રધાન લક્ષ્મણ સાવડી, મહિલા અને બાળ વિકાસ પ્રધાન સીસી પાટિલ અને વિજ્ઞાન તથા ટેક્નોલોજી પ્રધાન કૃષ્ણા પાલેમર સાથે જાેડાયેલી આ ઘટનાએ ચકચાર મચાવી હતી.
Recent Comments