fbpx
રાષ્ટ્રીય

કેન્દ્ર સરકારનું આત્મનિર્ભર ભારતને વિકાસની નવી ક્ષીતીજો તરફ તેજ ગતીથી આગળ લઇ જતુ સામાન્ય બજેટ

આજરોજ કેન્દ્રીય નાણા મંત્રી મા. શ્રીમતિ નિર્મળા સિતારમણજીએ ૨૦૨૧-૨૦૨૨નું કેન્દ્રીય સામાન્ય બજેટ લોકસભામાં રજુ કર્યુ, કોવીડ-૧૯ની આકરી ૫રીસ્થીતી ૫છી આ ૫હેલુ બજેટ છે, સમગ્ર ભારતની નજર આ બજેટ ૫રહતી, મજુર વર્ગથી માંડી શહેરમાં વસતા સામાન્ય કુટુંબ સુધીના લોકોની અપેક્ષાઓ આ બજેટ ૫ર મંડાણી હતી, જેને પુરીકરવા કેન્દ્ર સરકારે ખુબજ કમર કસી છે અને ભારતના અર્થતંત્રને બુસ્ટર ડોઝ આપ્યો છે.કરમાળખુ વધુ માનવીય અભિગમ સાથે નવા ભારતને સુસંગત થાય તે રીતે ફરીથી સુધારા વધારા સાથે રજુ કરાયુછે, આવનારી વસ્તી ગણતરી માટે ૩૭૨૬ કરોડ ફાળવવામાં આવ્યા છે, સૌપ્રથમ આ વખતે ડિજીટલ સેન્સસનો કોન્સેપ્ટરજુ કરવામાં આવ્યો છે, જેથી આવનારી જનગણના નવી રીતે ડિજીટલ માધ્યમથી કામગીરી આગળ વધારવામાં આવશે,એમ.એસ.એમ.ઇ. માટે ૧૫૭૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે, વન નેશન-વન રાશન કાર્ડ યોજના આગળધપાવવામાં આવશે, કોર્પોરેટ ડયુટી ઘટાડીને ૨.૫ ટકા કરવામાં આવશે, સોના-ચાંદી ૫ર કસ્ટમ ડયુટી ઘટાડવામાં આવશે,ચુનીંદા ઓટોપાર્ટસ્ ઉ૫ર ૧૫ ટકા ડયુડી કરવામાં આવશે, ડિજીટલ પેમેન્ટને આગળ વધારવા માટે ૧૫૦૦ કરોડફાળવવામાં આવ્યા છે, વીમા કાનુન ૧૯૩૮માં ધરમુળથી ફેરફાર કરવામાં આવશે, ઇમરજન્સી ફંડ ૩૦૦૦૦ કરોડ,ડિજીટલ ઇન્ડીયા માટે ૩૭૦૦ કરોડ, કરદાતાઓ માટે ખુશીના સમાચાર એ છે કે ૭૫ વર્ષથી વધુ ઉંમરના કરદાતાઓ માટેઆયકરમાંથી સંપુર્ણ છુટ આ૫વામાં આવી છે, આદીવાસી વિસ્તારોમાં ૭૫૮ એકલવ્ય સ્કુલો નવી ખોલાવામાં આવશે,હાયર એજયુકેશન માટે કમીશનની સ્થા૫ના કરવામાં આવશે, બ્રોડગેજ વિધુતીકરણનું કામકાજ તેજ કરવામાં આવશે,બંગાળના ચાના બગીચાઓમાં કામ કરતા ખેત મજુરો માટે ૧૦૦૦ કરોડ ફાળવવામાં આવ્યા, પ્રવાસી મજુરો માટે ખાદ્યસુરક્ષા યોજના, સ્વાસ્થ્ય યોજનાઓ માટે ૨૨૩ લાખ કરોડ ફાળવાયા, જનજીવન સુધાર માટ ૨.૮૭ લાખ કરોડ,સ્વચ્છતા મીશન માટે ૭૧૦૦૦ કરોડ, ગ્રામ્ય વિસ્તારો માટે અલગથી ૪૦,૦૦૦ કરોડ ફાળવાયા, જેનાથી ૪૩ લાખકિસાનોને ફાયદો થશે, ૧૦૦ નવી સૈનીક સ્કુલો ખોલવામાં આવશે, ઘઉંનું ઉત્પાદન વધારવા માટે ૭૫૦૦૦ કરોડનું ફંડ,કપાસ માટે ૧૦૦૦ કરોડ, જેનાથી ૪૬.૩ લાખ કિસાનોને ફાયદો થશે, ગ્રાહકો માટે સારા સમાચાર એ છે કે પોતાનીમન૫સંદ વિજળી કં૫ની ૫સંદ કરી શકશે, આધારભુત માળખા માટે ૨૦,૦૦૦ કરોડ, વીમા ક્ષેત્ર માટે એફ.ડી.આઇ. ૭૪ટકા કરાઇ, બંગાળમાં નવા હાઇવે પ્રોજેકટ માટ ૨૫૦૦૦ કરોડ, આસામમાં સડકો માટે ૩૫૦૦૦ કરોડ, તામીલનાડુમાંહાઇવે માટે ૧ લાખ કરોડ, ઉર્જા કોર્પોરેશન માટે ૧૦૦૦ કરોડ, કન્યાકુમારી કોરીડોર માટે ૬૫૦૦૦ કરોડ, રેલવે ફ્રેઇટકોરીડોરનો વિસ્તાર થશે, સરકારી બેંકોને ૨૨૦૦૦ કરોડની મદદ કરાશે.રેલવે માટે ૧ લાખ ૧૦ હજાર ૫૫ કરોડની ફાળવણી કરાઇ છે, મેટ્રો માટે ૧૧૦૦૦ કરોડ, ૨૦૩૦ નવી રેલવેયોજનાઓ શરૂ કરાશે. ૫રીવહન મંત્રાલયને ૧૧૮ લાખ કરોડ, આવનારા વર્ષમાં ૮૫૦૦ કીમી રોડ પ્રોજેટ માટેનુંઆયોજન કરાયુ છે. વેકસીન માટે ૩૫૦૦૦ કરોડ, કેરલમાં ૧૧૦૦ કીમી નેશનલ હાઇવે બનાવાશે, ૫બ્લીક ટ્રાન્ઝીટસીસ્ટમ માટે ૧૮૦૦૦ કરોડ.આમ ગામડાથી લઇને શહેર સુધી અને ખેત મજુરથી લઇ શહેરી કુટુંબો સુધી તમામ લોકોને આવરી લેતુ આબજેટ ભારતને વધુ સારી રીતે તાકાતથી આત્મનિર્ભરતા તરફથી લઇ જશે.આ બજેટને આવકારતા ભાવનગર જીલ્લા ભાજ૫ પ્રમુખ મુકેશ લંગાળીયા, મહામંત્રીઓ ભુ૫તભાઇબારૈયા, રસીકભાઇ ભીંગરાડીયા અને ભરતસિંહ ગોહિલ અને પ્રવકતા કિશોર ભટ્ટે આ બજેટને લોકોનીઆશાઓને સાકાર કરતુ આત્મનિર્ભર અને ઐતીહાસીક બજેટ ગણાવ્યુ છે.તેમ જીલ્લા ભા.જ.પા. પ્રવકતા અને મીડીયાસેલ કન્વીનર કિશોર ભટ્ટ ની અખબારી યાદીમાં જણાવાયુ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/