બજેટ મુદ્દે કેન્દ્ર સરકાર પર શિવસેનાએ નિશાન સાધ્યું સપાના દેખાડવા અને સપના વેચવાના મામલે મોદી સરકાર માહિર છે
બજેટને લઈને શિવસેનાએ પોતાના મુખપત્ર સામના દ્વારા કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યુ છે. શિવસેનાએ કહ્યુ કે સપના દેખાડવા અને સપવા વેચવાના મામલે આ સરકાર માહિર છે. સપનાની દુનિયા રચવી અને સોશ્યલ મીડિયા પર તે સપનાનુ હવાઈ માર્કેટિંગ કરવુ તેમનુ કામ છે.
સામનામાં શિવસેનાએ લખ્યુ, આર્થિક ક્ષેત્ર અને વિકાસ દર ઉપર વધવાની જગ્યાએ શૂન્ય તરફ અને વધારે શૂન્યથી માઈનસ તરફ જઈ રહ્યો છે. આર્થિક મોર્ચા પર આ પ્રકારની તસવીર વચ્ચે નાણા મંત્રી ર્નિમલા સીતારામને લોકસભામાં પોતાના ભાષણમાં લાખો-કરોડોના આંકડાને પ્રસ્તુત કર્યા. આને સ્વપ્નિલ નહીં તો બીજુ શુ કહેવાય?
શિવસેનાએ કહ્યુ, કોરોના કાળમાં દેશના હજારો ઉદ્યોગ-ધંધા ડૂબી ગયા, લાખો લોકોની નોકરીઓ જતી રહી, બેરોજગારી વધી ગઈ આની પર નાણા મંત્રી બજેટ દરમિયાન કંઈ પણ બોલ્યા નહીં. જેમની નોકરીઓ ગઈ, તેમને તે કેવી રીતે પુનઃ પ્રાપ્ત થશે, બંધ પડેલા ઉદ્યોગ કેવી રીતે શરૂ થશે. આના વિશે કંઈ પણ બોલ્યા નહીં.
સામનામાં આગળ લખવામાં આવ્યુ, સામાન્ય માણસને આનાથી જ સરોકાર છે કે તેમના ખિસ્સામાં શુ આવ્યુ અને આ બજેટથી જનતાના ખિસ્સામાં કંઈ આવ્યુ નહીં. આ હકીકત છે. બજેટથી મતની ખોટી રાજનીતિ કરવાનો નવો પેંતરો સરકારે શરૂ કર્યો છે. પશ્ચિમ બંગાળ, અસમ, તમિલનાડુ અને કેરળમાં હવે વિધાનસભાની ચૂંટણી છે તેથી આ રાજ્યો માટે મોટા-મોટા પેકેજ અને પરિયોજનાઓની ભેટ નાણા મંત્રીએ વહેંચી છે.
શિવસેનાએ કહ્યુ, ચૂંટણીને જાેતા માત્ર જ્યાં ચૂંટણી છે. તે રાજ્યોને વધારે રકમ આપવી એક પ્રકારનુ ષડયંત્ર છે. જનતાને લાલચ આપીને ચૂંટણી જીતવા માટે બજેટના હથિયારના રૂપમાં પ્રયોગ કરવો કેટલો યોગ્ય છે? દેશના આર્થિક બજેટમાં સર્વાધિક યોગદાન આપનારા મહારાષ્ટ્રની સાથે ભેદભાવ કેમ? સપનાના દેખાડાથી સામાન્ય જનતાના ખિસ્સામાં રૂપિયા કેવી રીતે આવશે? આ અસલી પ્રશ્ન છે. તે આવવાના નહીં હોય તો બજેટના કાગળીયા ઘોડા માત્ર ડિજિટલ ઘોડા બની જશે.
Recent Comments