fbpx
રાષ્ટ્રીય

૫ જાન્યુઆરીથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ ક્વોરન્ટાઇન બાદ ભારતીય ટીમે શરુ કરી પ્રેક્ટિસ

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચાર ટેસ્ટ મેચની સીરીઝની પ્રથમ ટેસ્ટ ૫ ફેબ્રુઆરીથી ચેન્નઈમાં રમાશે. આ સીરીઝ પહેલા સોમવારે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ પ્રથમ વખત આઉટડોર સેશનમાં ભાગ લીધો. ટીમ ઇન્ડિયા અને ઇંગ્લેન્ડના ખેલાડીઓને ૬ દિવસના ક્વારન્ટાઇન પીરિયડમાંથી પસાર થવું પડ્યું. ત્યાર બાદ થયેલા કોવિડ-૧૯ ટેસ્ટમાં તમામ ખેલાડીઓનો રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ તેમને આઉટડોર સેશનની મંજૂરી મળી.

સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ ચેન્નઈમાં રમાશે. આ દરમિયાન ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અને રોહિત શર્મા લાંબા સમય પછી સાથે મેદાનમાં જાેવા મળ્યા. બંને લાંબા સમય પછી ટીમ ઇન્ડિયા માટે કોઈ મેચ રમશે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જ્યાં સુધી વિરાટ કોહલી ટીમ ઇન્ડિયા સાથે સંકળાયેલો હતો, ત્યાં સુધી રોહિત ઇન્જરીના કારણે ટીમ ઇન્ડિયાથી બહાર હતો. રોહિતની વાપસી પહેલા વિરાટ કોહલી પેટરનિટી લીવ પર દેશમાં પરત ફર્યો હતો.

પ્રથમ ટેસ્ટ શુક્રવારથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ પણ અહીં જ ૧૩ ફેબ્રુઆરીથી શરૂ થશે. જ્યારે ત્રીજી અને ચોથી ટેસ્ટ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે. વિરાટ કોહલીની આગેવાનીવાળી ભારતીય ટીમે મંગળવારે સવારે ૧૦ વાગ્યાથી બપોરે ૧ વાગ્યા સુધી નેટ સેશનમાં ભાગ લીધો હતો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/