fbpx
સૌરાષ્ટ - કચ્છ

સોમનાથ સાંનિધ્યે ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો

યાત્રાઘામ સોમનાથમાં પ્રજાસતાક પર્વે ભારતીય સંસ્કૃતિની અનુભુતિ કરાવતો વડીલ વંદના કાર્યક્રમ યોજાયો હતો. જેમાં જે વાલીઓના સંતાનો હયાત ન હતા તેના સંતાનો તરીકે સંસ્થાના સભ્યો બની પૂજન-વંદન સાથે સન્માન કર્યુ હતુ. આ કાર્યક્રમમાં હાજર સૌ કોઇ લાગણીસભર ગદગદીત થઇ ગયા હતા. સોમનાથમાં ૨૫ થી વધુ સભ્યો ધરાવતા સોમનાથ મિત્ર મંડળ દ્વારા રાષ્ટ્રીયપર્વ એવા પ્રજાસતાક દિને વડીલ વંદનાનો વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં વડીલ વંદના ગ્રુપના સભ્યો ના માતા-પિતાનું વિધવાન બ્રાહ્મણો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ થકી પ્રત્યેકનું અલગ અલગ પૂજન સાથે પુષ્પ હાર શાલ ઓઢાડી રૂદ્રાક્ષ માળા ગૌમુખી સ્મૃતિચિન્હ અર્પણ કરી વંદન સાથે વડીલોનું સન્માન કરાયું હતુ.

આ પ્રસંગે પોતાના સંતાનો દ્વારા અને પોતાના સંતાનો ન હોવા છતા મિત્ર મંડળના સભ્યોએ વંદના કરતા હાજર સૌ કોઇ વડીલો ગદગદીત થઇ ગયેલા નજરે પડતા હતા. કાર્યક્રમમાં હાજર તમામને અંતાક્ષરી, રાસ ગરબા, નૃત્ય, વકૃતત્વ સ્પર્ધા રમાડવાની સાથે ભોજન પ્રસાદી, તેજસ્વી છાત્ર છાત્રાઓને રોકડ પુરસ્કાર આપી સન્માનીત કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમનું સુરૂભા જાડેજા, મિલનભાઈ જાેશી, જયદેવભાઈ જાની, શક્તિસિંહ જાડેજા, શૈલેષ ગોસ્વામી, નારણભાઈ વાસણ, ભુપતભાઈ જાની, મુન્નાભાઈ ફોટોગ્રાફર, બટુકભાઈ આચાર્ય, નવીનભાઈ પટેલ, જેન્તીભાઈ ટાંક સહિતનાએ સુંદર સંચાલન સાથે આયોજન કરી જહેમત ઉઠાવી હતી.
કાર્યક્રમ કોરોનાની ગાઇડલાઇન્સ મુજબ સોશીયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે યોજાયો હતો. આ કાર્યક્રમની વિશેષતાએ હતી કે, જે માં-બાપના સંતાનો હયાત ન હતા તેઓના સંતાન તરીકે મિત્ર મંડળના સભ્યો બની વડીલોનું પૂજન-વંદન કરી સન્માન કર્યું હતુ. જયારે જેના સંતાનો હાજર હતા પણ મા-બાપ હયાત ન હતા તે લોકોએ પણ અન્ય માં-બાપ વડીલોનું પૂજન કરી વડીલ વંદના કરતા કાર્યક્રમમાં ભાવુકતાની લાગણી પ્રસરી ગઇ હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/