fbpx
રાષ્ટ્રીય

ખેડૂતોના આંદોલનને વિદેશમાંથી મળ્યું સમર્થન, રિહાના અને ગ્રેટા થનબર્ગે કર્યું ટ્‌વીટ

ભારતમાં બે મહિનાથી જારી ખેડૂતોના આંદોલનની હવે દુનિયાભરમાં ચર્ચા થઈ રહી છે. પહેલા જ કેટલાક દેશોમાં ખેડૂતોના આંદોલન પર ચર્ચા થઈ ચૂકી છે. હવે અમેરિકી પૉપ સ્ટાર રિહાનાએ આને લઈને પોતાનુ સમર્થન વ્યક્ત કર્યુ. જે બાદથી જ ઈન્ટરનેશનલ સેલેબ્રિટી સતત ખેડૂત આંદોલનને લઈને પોતાનો મત મૂકતા રહ્યા છે. પર્યાવરણને લઈને કામ કરનારી ભારતીય એક્ટિવિસ્ટ લિસિપ્રિયા કંગુજમે પણ ટ્‌વીટર પર ખુલીને ખેડૂત આંદોલનનુ સમર્થન કર્યુ.

લિસિપ્રિયા કંગુજમ તરફથી ટ્‌વીટ કરી દુનિયાને આ આંદોલનનુ સમર્થન કરવાની અપીલ કરી. સાથે જ તેમણે ક્લાઈમેટ ચેન્જ એક્ટિવિસ્ટ ગ્રેટા થનબર્ગથી પણ આ વિશે ચર્ચા કરવાની અપીલ કરી. લિસિપ્રિયા કંગુજમ ત્યારે ચર્ચાઓમાં આવી હતી જ્યારે તેમણે પીએમ મોદી દ્વારા આપેલા સન્માનને ઠુકરાવી દીધો હતો.

રિહાનાના ટ્‌વીટ બાદ ગ્રેટા થનબર્ગે પણ ભારતમાં જારી ખેડૂતોના આંદોલનને લઈને ટ્‌વીટ કર્યુ. ગ્રેટાએ પોતાના ટ્‌વીટમાં લખ્યુ કે અમે ભારતમાં જારી ખેડૂતોના આંદોલનની સાથે એકઠા થઈને ઉભા છે. ગ્રેટા થનબર્ગે અગાઉ ભારતમાં દ્ગઈઈ્‌ ની પરીક્ષાનો વિરોધ કરી રહેલા વિદ્યાર્થીનુ પણ સમર્થન કર્યુ હતુ.

રિહાનાના ટ્‌વીટ બાદથી જ ભારતમાં જારી ખેડૂત આંદોલનને લઈને કેટલાક આંતરરાષ્ટ્રીય હસ્તીઓ, સંસ્થાઓએ ટ્‌વીટ કરી દીધી છે.

રિહાનાના ટ્‌વીટ બાદ આંતરરાષ્ટ્રીય સંસ્થા હ્યુમન રાઈટ વૉચ, ઈન્ટરનેશનલ ઈન્ટરનેટ રાઈટ્‌સ સાથે જાેડાયેલી સંસ્થા, અમેરિકી મૉડલ અમાન્ડા સેની સહિત કેટલીક મોટી નામી સંસ્થા અને સેલેબ્રિટી ખેડૂતોના આંદોલનનુ સમર્થન કરી ચૂક્યુ છે.
જાેકે, દેશની રાજધાની દિલ્હીની આસપાસ ખેડૂતોએ બે મહિનાઓથી ડેરો જમાવ્યો છે. હવે સરકારે અહીં ઈન્ટરનેટ પણ બંધ કરી દીધુ છે. જેનો ખાસ વિરોધ થઈ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/