ભારતીય સેનામાં બે ટોચના અધિકારીઓ વચ્ચેની લડાઇમાં કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ

શિસ્તને વરેલી ભારતીય સેનામાં બે ટોચના લશ્કરી અધિકારીઓ વચ્ચેની આંતરિક લડાઈ ભારે ચર્ચાસ્પદ બની છે.
સેનામાં લેફ્ટનન્ટ જનરલ કક્ષાના અધિકારીઓ વચ્ચેના મતભેદો આ રીતે સપાટી પર આવે તેવુ ભાગ્યે જ બન્યુ છે.આ કિસ્સામાં આર્મી ચીફ જનરલ એમ એમ નરવણેએ કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે.દરમિયાન સાઉથ વેસ્ટર્ન કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ આલોક ક્લૈર અને તેમની નીચે તૈનાત લેફ્ટનન્ટ જનરલ કે કે રેપ્સવાલે એક બીજાની સામેની ફરિયાદો પાછી પણ ખેંચી લીધી છે.
જાેકે આ મુદ્દે અંતિમ ર્નિણય તો આર્મીચીફ જ કરશે.એમ પણ આ ઝઘડામાં કોર્ટ ઓફ ઈન્કવાયરી અંતિમ તબક્કામાં છે.આ ઈન્કવાયરી પણ લેફટન્ટન જનરલ કક્ષાના અધિકારીને સોંપવામાં આવી છે.સૂત્રોનુ કહેવુ છે કે, બંને અધિકારીઓએ એક બીજાની સામે ગંભઈર આરોપ મુક્યા છે.આ પૈકીના એક અધિકારી લેફ્ટનન્ટ જનરલ ક્લેર ૩૧માર્ચે રિટાયર થવાના છે.તેમને સેનાએ ઈસ્ટર્ન કમાન્ડમાં મોકલી આપ્યા છે.બંને જનરલોનો પરિવાર સેના સાથે બહુ જુનો નાતો ધરાવે છે.
છેલ્લા કેટલાક સમયથી તેમની વચ્ચે ખેંચતાણ ચાલી રહી હતી.તેમણે આર્મી ચીફ સમક્ષ ફરિયાદ કરી હતી.આખરે સ્થિતિની ગંભીરતા જાેઈને આર્મી ચીફે કોર્ટ ઓફ ઈન્કવાયરીનો આદેશ આપ્યો છે.
Recent Comments