fbpx
રાષ્ટ્રીય

એલજીપી ગેસમાં ૨૫ રૂપિયાના વધારા બાદ પેટ્રોલ અને ડિઝલની કિંમતોમાં થયો વધારો

ઘણા દિવસ સુધી કિંમત સ્થિર રહ્યાં બાદ ઓઈલ કંપનીઝ દ્વારા પેટ્રોલ અને ડિઝલમાં કિંમતોમાં ફરી વધારો ઝીંકવામાં આવ્યો છે. પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં ૩૫-૩૫ પૈસા પ્રતિ લીટરનો વધારો કરાયો છે. દિલ્હીમાં પેટ્રોલ ૮૬.૬૫ રૂપિયા લીટર થઈ ગયો છે. આ સાથે જ એલપીજી સિલિન્ડરની કિંમતમાં પણ ૨૫ રૂપિયાનો વધારો કરાયો છે. બજેટમાં પેટ્રોલ અને ડિઝલ પર કૃષિ સેસ લગાવવામાં આવ્યો છે, જાેકે સરકારે સ્પષ્ટતા કરી હતી કે, તેની અસર લોકો પર થશે નહીં. ઈન્ડિયન ઓઈલના ગ્રાહકોએ ૧૪ કિ.ગ્રા.ના નૉન સબસિડી ઘરેલુ ગેસ સિલિન્ડર માટે વધારે કિંમત ચૂકવવી પડશે. એલપીજી સિલિન્ડરની કિંમત ૨૫ રૂપિયા વધારવામાં આવી છે.
જેથી દિલ્હીમાં ૭૧૯ રૂપિયા પ્રતિ સિલિન્ડર, મુંબઈમાં ૭૧૦ અને ચેન્નાઈમાં ૭૩૫ રૂપિયા થશે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રૂડ ઓઈલ સતત મજબૂત થઈ રહ્યું છે, પરંતુ ભારતીય બાસ્કેટમાં જે ક્રૂડ ઓઈલ આવે છે તેની પર ઈન્ટરનેશનલ કિંમતોની અસર ૨૦-૨૫ દિવસ બાદ જાેવા મળે છે. મુંબઈમાં પેટ્રોલ ૯૩.૨૦ રૂપિયા અને ડિઝલ ૮૩.૬૭ રૂપિયા લીટર, ચેન્નાઈમાં પેટ્રોલ ૮૯.૧૩ અને ડિઝલ ૮૨.૦૪ રૂપિયાએ પહોંચ્યું. ચેન્નાઈમાં પેટ્રોલ ૮૯.૧૩ રૂપિયા અને ડિઝલ ૮૨.૦૪ રૂપિયા તથા કોલકાતામાં પેટ્રોલ ૮૮.૦૧ રૂપિયા અને ડિઝલ ૮૦.૪૧ રૂપિયા થઈ ગયું છે.

નવા વર્ષે પેટ્રોલ અને ડિઝલની કિંમતો સતત ભાવ વધારો કરવામા આવી રહ્યો છે. જેના કારણે સતત મોંઘવારી વધી રહી છે. માલ ભાડામાં વધારો થવાથી વસ્તુઓની કિંમતોમાં વધારો થઈ શકે છે. વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં પેટ્રોલ પર ૨.૫ રૂપિયા પ્રતિ લીટર અને ડિઝલ પર ૪ રૂપિયા પ્રતિ લીટર કૃષિ સેસ લગાવવાનો ર્નિણય લેવામા આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/