fbpx
રાષ્ટ્રીય

આરબીઆઇની નવી ક્રેડિટ પોલિસી જાહેરઃ વ્યાજદરમાં કોઇ ફેરફાર નહીં બજેટ બાદ આરબીઆઇનો પણ સામાન્ય લોકોને ઠેંગા

રેપો રેટ ૪ ટકા તથા રિવર્સ રેપો રેટ ૩.૩૫ ટકા યથાવત રહેશે, ૨૦૨૧-૨૨માં જીડીપી વૃધ્ધિદર ૧૦.૫ ટકા રહેવાનું અનુમાન, અર્થતંત્રની ગતિ હવે માત્ર ઉપર તરફ જ હોવાનો દાવો
હોમ-ઓટો લોન યથાવત,આગામી વર્ષે અર્થતંત્રમાં બે આંકડામાં વૃદ્ધિ નોંધાશે, રેપો રેટમાં અત્યાર સુધીમાં ૧૫૫ બેસિસ પોઈન્ટનો ઘટાડો

રિઝર્વ બેન્કે રેપો રેટને ૪ ટકા અને રિવર્સ રેટને ૩.૩૫ ટકા યથાવત રાખ્યો છે. બજેટ બાદ આરબીઆઇએ પણ લોકોને નિરાશ કર્યા છે. રિઝર્વ બેન્ક દર બે મહિને દરોને બદલવા અથવા બદલવા અંગે બેઠક કરે છે. તેમાં તેમની ૬ લોકોની ટીમ હોય છે. આરબીઆઇ ગવર્નર શક્તિકાંત દાસે ૨૦૨૧-૨૨ માટે જીડીપીમાં ૧૦.૫%ના ગ્રોથનું અનુમાન વ્યક્ત કર્યું છે. એમપીસીની બેઠક બુધવારે ૩ ફેબ્રુઆરીથી શરૂ થઈ હતી.

જાણકારોને પહેલાં આશા હતી કે આરબીઆઇ રેપો રેટમાં કાપ મૂકવાથી બચશે. રેપો રેટનો અર્થ આરબીઆઇ દ્વારા બેન્કોને આપવામાં આવતી લોન પરનો વ્યાજદર છે. ખાસ વાત એ છે કે એક ફેબ્રુઆરીએ રજૂ થયેલા બજેટ ૨૦૨૧-૨૨ બાદ આરબીઆઇની આ પ્રથમ બેઠક છે. રિઝર્વ બેન્કે ગત વર્ષેના ફેબ્રુઆરીથી અત્યારસુધીના રેપો રેટમાં કુલ ૧૧૫ બેસ પોઈન્ટ ઘટાડો કર્યો છે.
આરબીઆઇએ વ્યાજદરોમાં કોઈ ફેરફાર કર્યા નથી. એટલે કે રેપોરેટ ૪ ટકા અને રિવર્સ રેપોરેટ ૩.૩૫ ટકા પર યથાવત રાખવામાં આવ્યો છે.

રિઝર્વ બેન્કે કહ્યું, ચેક ટ્રંકેશન સિસ્ટમ દરેક બેન્કોની દરેક બ્રાન્ચમાં લાગુ કરવામાં આવશે. અત્યારે ૧૮,૦૦૦ બ્રાન્ચમાં આ સુવિધા નથી. રિઝર્વ બેન્કે કહ્યું, લોકોને ડિજિટલ પેમેન્ટ સેવામાં આવતી કોઈ પણ સમસ્યાને દૂર કરવા માટે દરેક પેમેન્ટ સિસ્ટમ ઓપરેટર્સને એક ૨૪*૭ની હેલ્પલાઈન શરૂ કરવામાં આવશે.

રિઝર્વ બેન્કે ગવર્નરને કહ્યું કે, અત્યારે બેન્ક, એનબીએફસી અને નોન-બેન્ક પ્રીપેડ પેમેન્ટ ઈશ્યુઅર (ઁઁૈંજ) માટે ત્રણ અલગ અલગ લોકપાસની વ્યવસ્થા છે. તે માટે રિઝર્વ બેન્કે અંદાજે ૨૨ લોકપાલ ઓફિસ બનાવી છે. તે માટે દરેકને એકીકૃત કરીને એક દેશ એક લોકપાલની વ્યવસ્થા કરવામાં આવશે.

રિઝર્વ બેન્કે આગામી નાણાકીય વર્ષે ૨૦૨૧-૨૨માં જીડીપીમાં ૧૦.૫ ટકાના વધારાનું અનુમાન લગાવ્યું છે. ઉલ્લેખનીય છે કે બજેટમાં એ ૧૧ ટકા થવાનું અનુમાન લગાવ્યું છે.
રિઝર્વ બેન્કે કહ્યું રિટેલ મોંઘવારી ૬ ટકા કરતાં ઓછી રહેવાની શક્યતા છે. રિઝર્વ બેન્કે નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં પહેલાં છ મહિનાની રિટેલ મોંઘવારીનો અંદાજ વધારીને ૫થી ૫.૨ ટકા કરી દીધો છે. પહેલાં આ ૪.૬થી ૫.૨ ટકા કરવામાં આવ્યો હતો. આરબીઆઇ ગવર્નરે કહ્યું ધીરે ધીરે ઘરોના વેચાણમાં સુધારો થયો છે. તે સાથે જ હવે લોકોની ખર્ચ કરવાની ક્ષમતામાં ફરી રિકવરી થઈ રહી છે. તાજેતરમાં જે સામાન્ય બજેટ રજૂ કરવામાં આવ્યો છે તેનાથી રોકાણની સ્થિતિમાં સુધારો થયો છે.

શક્તિકાંત દાસે કહ્યું કે, હવે સામાન્ય રોકાણકારોને પણ રિઝર્વ બેન્કમાં ગિલ્ટ એકાઉન્ટ ખોલવાની સુવિધા આપવામાં આવશે. નાના રોકાણકારો હવે પ્રાઈમરી એન્ડ સેકેન્ડરી ગવર્નમેન્ટ બોન્ડમાં રોકાણ કરી શકશે.

રિઝર્વ બેન્કે કહ્યું કે, કેશ રિઝર્વ રેશિયોમાં અત્યારે કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ આગામી બે પેઝમાં વધારીને ૪ ટકા કરવામાં આવશે. માર્ચ ૨૭ સુધી તે ૩.૫ ટકા અને ૨૨ મે સુધી ૪ ટકા થશે. શક્તિકાંત દાસે કહ્યું છે કે, સહકારી બેન્કોને મજબૂત બનાવવા માટે એક્સપર્ટ કમિટી બનાવવામાં આવશે. જે સૂચનો આપશે કે આ સેક્ટરને કેવી રીતે મજબૂત કરી શકાય અને તે માટે શું કાયદાકીય ફેરફાર જરૂરી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/