fbpx
રાષ્ટ્રીય

ભાજપ સાંસદ તેજસ્વી સૂર્યાએ ફાઇટર જેટ તેજસમાં ઉડાન ભરી

ભાજપના સાંસદ તેજસ્વી સૂર્યાએ એરો ઈન્ડિયા ૨૦૨૧ શોના બીજા દિવસે દેશમાં જ બનેલા હળવા ફાઈટર જેટ તેજસમાં ઉડાણ ભરી. એક નિવેદનમાં કહેવાયું કે સૂર્યાએ એલસીએ તેજસમાં ૩૦ મિનિટ સુધી ઉડાણ ભરી અને રક્ષા ક્ષેત્રમાં સ્વદેશી વિનિર્માણને પ્રોત્સાહન આપવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કર્યો.

તેમના કાર્યાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નિવેદનમાં કહેવાયું કે ઉડાણ દ્વારા તેજસની ખરીદી માટે બેગલુરુ સ્થિત હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડને ૪૮,૦૦૦ કરોડ રૂપિયાનો ઓર્ડર આપવા બદલ કેન્દ્ર સરકારને અભિનંદન પાઠવવામાં આવ્યા.

અત્રે જણાવવાનું કે તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણનું પ્રતિનિધિત્વ કરે છે. તેજસ્વી સૂર્યાએ કહ્યું કે એલસીએ તેજસને સામેલ કરવાથી આર્ત્મનિભરતાને મજબૂતાઈ મળશે અને તેનાથી રક્ષા ક્ષેત્રમાં એક મોટા વૈશ્વિક નિકાસકાર બનવામાં પણ ભારતને મદદ મળશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/