fbpx
રાષ્ટ્રીય

ચીની સેનાએ કરાકોરમના પહાડો પર મોટી સંખ્યામાં ઘાતક ટેન્ક તૈનાત કરી

પૂર્વ લદ્દાખમાં ભારતની સાથે ચાલી રહેલા તણાવની વચ્ચે ચીની સેનાએ કરાકોરમના પહાડો પર મોટી સંખ્યામાં પોતાના સૌથી ઘાતક ટેન્ક ૯૯છને તૈનાત કરી દીધા છે. ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સના મતે ચીનની આ ટેન્ક અંદાજે ૫૦૦૦ મીટરની ઊંચાઇ પર તૈનાત કરાઇ છે. ચીને તાજેતરમાં પોતાની નવી ૧૫ ટેન્કના પહેલાં જથ્થાને પણ સામેલ કર્યો છે જે ટાઇપ ૯૯છની સાથે મળી જંગના મેદાનમાં ઉતરશે. ચીની અખબારે કહ્યું કે જાે ફાયર પાવરની વાત કરીએ તો ટાઇપ ૯૯એ ટેન્ક ચીનની સૌથી ઘાતક ટેન્ક છે. તો ટાઇપ ૧૫ ટેન્ક ખૂબ જ ઝડપથી પ્રહાર કરવામાં સક્ષમ છે. આવો જાણીએ આ ચીની ટેન્ક ભારતના ્‌-૯૦ ટેન્કની સામે કયાં છે.

ચીની નિષ્ણાતોનું કહેવું છે કે ભારે વજનવાળા ટાઇપ ૯૯છ મુખ્ય યુદ્ધક ટેન્ક ઑક્સિજનની અછત અને પહાડી વિસ્તારના લીધે પૂર્વ લદ્દાખમાં બહુ ખાસ કારગર નથી. જાે કે ્‌અॅી ૯૯છની બેજાેડ તાકાત નિર્ણાયક છે. ચીની નિષ્ણાતોએ કહ્યું કે ટાઇપ ૧૫ લાઇટ ટેન્ક જાે યુદ્ધ દરમ્યાન ફસાય છે તો તેની મદદ માટે ્‌અॅી ૯૯છ ટેન્ક જંગના મેદાનમાં ઉતારી શકે છે. બીજીબાજુ સ્વતંત્ર નિષ્ણાતોનું કહેવું છે ચીનનો આ મુખ્ય યુદ્ધક ટેન્ક અમેરિકા કે રૂસના કોઇ ટેન્કથી નબળી નથી. ચીનની આ થર્ડ જનરેશનની ટેન્ક છે અને તેની અંદર ઘાતક દારૂગોળો મોટા આકારના ગોળા દાગનાર તોપો અને શ્રેષ્ઠ ફાયર કંટ્રોલ સિસ્ટમ તથા એડવાન્સડ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે.

ચીન ટાઇપ ૯૯એ ટેન્ક ભારતની ટી-૯૦ ટેન્ક કરતાં ભારે છે તેને ભારતીય સેનાએ પૂર્વ લદ્દાખમાં ડ્રેગનના દુસાહસના જવાબ આપવા માટે તૈનાત કરી છે. ટી-૯૦ ટેન્કનું વજન ૪૮ ટન છે તો ચીનના ટાઇપ ૯૯એ ટેન્કનું વજન ૫૭ ટન છે. નિષ્ણાતોનું કહેવું છે કે લદ્દાખના પહાડી વિસ્તારોમાં જે ટેન્ક વધુ હલકી હશે તે વધુ કારગર નીવડશે. ચીન અને ભારત બંનેની ટેન્ક એન્ટી ટેન્ક મિસાઇલ ફાયર કરવામાં સક્ષમ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/