ખેડૂતોને એક લાખ કરોડની વધારાની આવકનો મોકો મળશેઃ સરકાર

કેન્દ્રીય પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ ખાતાના પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં જણાવ્યું હતું કે વેસ્ટ (કચરા)માંથી ઊર્જા ઉત્પન્ન કરીને થતી આવકમાંથી સરકાર દ્વારા ખેડૂતોને રૂ. એક લાખ કરોડની વધારાની આવક પૂરી પાડવામાં આવશે.
‘અમે ગોબર ધન સ્કીમ શરૂ કરી છે જેના હેઠળ ગોબર અથવા છાણ, કૃષિ કચરો, શહેરનો કચરો, જંગલોનો કચરો વગેરેમાંથી ઊર્જા ઉત્પન્ન કરવામાં આવશે. થોડા દિવસમાં ગાઝિપુર ખાતેનો વેસ્ટનો ઢગલો દૂર થશે. વેસ્ટમાંથી ઉપજતી આવક દ્વારા ખેડૂતોના અકાઉન્ટમાં વધારાની રૂ. એક લાખ કરોડની આવક પૂરી પાડવામાં આવશે. ખેડૂતોની આવક તેને કારણે બમણી થઇ જશે’, એમ પ્રધાને જણાવ્યું હતું. ‘અમે ૨૦૨૦-૨૧માં ૩૨૫ લિટર ઇથેનોલ ખરીદવાની સ્કીમ બનાવી છે. અમે તેને ખરીદવાની શરૂઆત કરી છે જેનો ખર્ચ રૂ. ૨૦,૦૦૦ કરોડ છે જે જરૂરતના ૮.૫ ટકા છે. આગામી દિવસોમાં આ પ્રમાણ વીસ ટકા કરવામાં આવશે’, એમ તેમણે જણાવ્યું હતું.
Recent Comments