fbpx
રાષ્ટ્રીય

વિદેશમાં સૌથી વધુ ટેસ્ટ રમ્યા બાદ ઘરમાં ટેસ્ટ રમવાનો રેકોર્ડ બનાવતો બુમરાહ

ભારતીય સ્ટ્રાઇકર ફાસ્ટ બોલર્સ જસપ્રીત બુમરાહ ઇંગ્લેન્ડની સામે પોતાની ટેસ્ટ કેરિયરની ૧૮મી ટેસ્ટ મેચ રમી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે દેશમાં તેની આ પહેલી મેચ છે.

જસપ્રીત બુમરાહ શુક્રવારથી એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડની સાથે શરૂ થયેલી ટેસ્ટ સીરીઝમાં પોતાની કેરિયરની ૧૮મી મેચ રમી રહ્યો છે. આ પોતાના ઘરઆંગણે બુમરાહની પહેલી ટેસ્ટ મેચ છે. બુમરાહ આની પહેલાં ઘરઆંગણે કયારેય ટેસ્ટ રમ્યો નથી. તે વિદેશોમાં સૌથી વધુ ટેસ્ટ રમ્યા બાદ ઘરમાં ટેસ્ટ રમાવાનો રેકોર્ડ હવે પોતાના નામે કરી ચૂકયો છે.
પહેલાં આ રેકોર્ડ એક અન્ય ફાસ્ટ બોલર જવાગલ શ્રીનાથના નામે હતો જેમણે પોતાના ડેબ્યુ બાદથી ૧૨ ટેસ્ટ વિદેશમાં રમી અને પછી જઇ તેને ઘરમાં રમવાની તક મળી. આ ક્રમમાં રૂદ્ર પ્રતાપ સિંહ (૧૧), સચિન તેંડુલકર (૧૦) અને આશિષ નહેરા (૧૦)ના નામ પણ છે.

બુમરાહની વાત કરીએ તો તેણે પાંચ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ ન્યૂલેન્ડસમાં દક્ષિણ આફ્રિકા સામે ડેબ્યુ કર્યું હતું. ગયા મહિને તે ભારતના ઓસ્ટ્રેલિયા પ્રવાસનો હિસ્સો હતો. તે સિડની ટેસ્ટમાં રમ્યો હતો પરંતુ ઇજાના લીધે બ્રિસ્બેન ટેસ્ટમાં રમી શકયો નહોતો.
બુમરાહે ૧૭ ટેસ્ટ મેચોમાં અત્યાર સુધી ૨૧.૫૯ની સરેરાશની કુલ ૭૯ વિકેટ લીધી છે. તો પાંચ મોકા પર ઇનિંગ્સમાં પાંચ વિકેટ લઇ ચૂકયા છે અને એક ઇનિંગ્સમાં ૬-૨૭ તેમનો અત્યાર સુધીનો સૌથી સર્વશ્રેષ્ઠ બોલિંગ એનાલિસિસ રહ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/