fbpx
રાષ્ટ્રીય

ભોપાલ કોર્ટે ૮ વર્ષ જૂના રેગિંગ-આત્મહત્યા કેસમાં ૪ છોકરીઓને ૫ વર્ષની સજા ફટકારી

ભોપાલ ડિસ્ટ્રીક્ટ કોર્ટમાં ૮ વર્ષ જૂના રેગિંગ અને આત્મહત્યા માટે ઉશ્કેરવાના કેસમાં ૪ છોકરીઓને ૫ વર્ષની સજા આપવામાં આવી છે. કોર્ટે તેમના પર ૨ હજારનો દંડ પણ લગાવ્યો છે. ૨૦૧૩માં ભોપાલમાં એક ખાનગી એન્જિનિયરિંગ કોલેજમાં રેગિંગથી કંટાળીને અનિતા શર્મા નામની વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી લીધી હતી. કોર્ટના ર્નિણય પછી ચારેય દોષિત છોકરીઓ નિધિ, દિપ્તી, કીર્તિ અને દેવાંશીને જેલ મોકલી દેવામાં આવ્યા છે. પુરાવાના અભાવના કારણે કોલેજના શિક્ષણ મનીષને છોડી દેવામાં આવ્યા છે.

સરકારી વકીલ મોહમ્મલ ધાલિક કુરૈશીએ જણાવ્યું કે, ભોપાલમાં પહેલીવાર રેગિંગના કેસમાં દોષિત સાબીત થતાં ૪ છોકરીઓને સજા સંભળાવવામાં આવી છે. આરકેડીએફ કોલેજમાં બી-ફાર્મા સેન્ડર યરની વિદ્યાર્થીની અનિતા શર્માએ ૬ ઓગસ્ટ ૨૦૧૩ના રાત્રે તેના ઘરે ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી હતી. તે પોતાની સાથે થતાં રેગિંગથી પરેશાન હતી. અનિતાએ કોલેજના શિક્ષણ મનિષને રેગિંગવાળી વાત જણાવી હતી. પરંતુ તેમણે કાર્યવાહી કરવાની જગ્યાએ અનિતાને ચૂપ રહેલાની સલાહ આપી હતી.

કોર્ટે તેમનો ર્નિણય લખતા કહ્યું કે, વધતા જતા રેગિંગના કેસને ધ્યાનમાં રાખીને સજા એટલી કડક હોવી જાેઈએ કે બીજા લોકો એવું કરતાં ડરવા જાેઈએ. આગામી સમયમાં કોલેજમાં એડિ્‌મશન લેનાર કોઈ વિદ્યાર્થીને આત્મહત્યા કરવા માટે મજબૂર ન થવું પડે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/