fbpx
રાષ્ટ્રીય

વડાપ્રધાન મોદીના નામે નોંધાશે નવો રેકોર્ડ…!વડાપ્રધાન મોદી રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યાવાદ પ્રસ્તાવ પર જવાબ આપે તેવી શક્યતા

ખેડૂત આંદોલનને લઈને સંસદમાં ઘેરાયેલી કેન્દ્ર સરકાર એક અલગ જ ર્નિણય લઈ શકે છે. લોકસભામાં વિરોધ પક્ષે સરકારને ઘેરવાનો કોઈ મોકો ગુમાવ્યો નથી. રાષ્ટ્રપતિનું અભિભાષણ અને સામાન્ય બજેટ રજુ થયુ ત્યારથી જ્યારે પણ સદનની કાર્યવાહી આગળ ધપી છે ત્યારે ત્યારે ફરી હોબાળો મચ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હજી સુધી રાષ્ટ્રપતિના અભિભાષાણ પર ચર્ચાનો કોઈ જ જવાબ આપ્યો નથી. જેથી હવે એ વાતની શક્યતા છે કે, પીએમ મોદી માત્ર રાજ્યસભામાં જ રાષ્ટ્રપતિના અભિભાષણનો ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ આપી શકે છે.
ઉપલા ગૃહમાં અભિભાષણ અને ખેડૂત આંદોલન પર ચર્ચા ગઈ કાલે શુક્રવારે પુરી થઈ ગઈ હતી. જાે મોદી લોકસભાના બદલે રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચા કરે તો તેઓ દેશના સંસદિય ઈતિહાસમાં એક નવો જ રેકોર્ડ નોંધાવશે. આ અગાઉ એક પણ વડાપ્રધાને માત્ર રાજ્યસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ પર ચર્ચાનો જવાબ નથી આપ્યો.

લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણ સાથે સંકળાયેલા પ્રસ્તાવને પસાર નથી કરવામાં આવ્યો. એ બાબતના પણ સંકેત છે કે, સરકારને હજી આશા છે કે, ગતિરોધનો અંત લાવી શકાય છે. આમ તો વડાપ્રધાનને શુક્રવારે લોકસભામાં જવાબ આપવાનો હતો પરંતુ હંગામાના કારણે કાર્યવાહી સ્થગિત થતી રહેતી હતી. હવે પ્રધાનમંત્રી સોમવારે ૧૦ઃ૩૦ વાગ્યે રાજ્યસભામાં બોલશે તેવો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો છે. જાે આમ થશે તો સંસદિય ઈતિહાસમાં આમ કરનારા તેઓ પહેલા પ્રધાનમંત્રી હશે જે લોકસભાના બદલે માત્ર રાજ્યસભામાં જવાબ આપશે. જાેકે એક શક્યતા એ પણ છે કે, પોતાના પુરોગામીઓની માફ્ક પીએમ રાજ્યસભામાં ના બોલે. તેઓ કોઈ વરિષ્ઠ કેન્દ્રીય મંત્રીને રાજ્યસભા મોકલી ધન્યવાદ પ્રસ્તાવ પર જવાબ અપાવી દે.

Follow Me:

Related Posts