fbpx
રાષ્ટ્રીય

કૃષિમંત્રી તોમરના માથે સત્તાનો નશો ચડી ગયો છેઃ ભાજપ નેતા રઘુનંદન શર્મા

ત્રણ નવા કૃષિ કાયદા મુદ્દે ખેડૂતો, વિપક્ષી દળો અને વિરોધીઓ તો કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી રહ્યા છે પરંતુ હવે ભાજપના જ એક વરિષ્ઠ નેતાએ પણ જાહેરમાં નારાજગી વ્યક્ત કરી છે. રાજ્યસભાના પૂર્વ સાંસદ અને દિગ્ગજ નેતા રઘુનંદન શર્માએ કેન્દ્રીય કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર પર આકરા પ્રહાર કરતા કહ્યું કે તેમના માથે સત્તાનો નશો ચડી ગયો છે. શર્માએ તોમર સામે એ વાત પર નારાજગી વ્યક્ત કરી કે જ્યારે ખેડૂતો જ પોતાનું ભલું ઈચ્છતા નથી તો તેઓ પોતાના પગલાં પાછા ખેંચીને ભાજપને થઈ રહેલા નુકસાનથી કેમ બચાવતા નથી.

પૂર્વ સાંસદ શર્માએ પોતાની ફેસબુક વોલ પર બે દિવસ પહેલા કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમરના નામે એક પત્ર લખ્યો જેમાં તેમણે કહ્યું કે, “પ્રિય નરેન્દ્રજી, તમે ભારત શાસનમાં સહયોગી અને સહભાગી છો. આજની રાષ્ટ્રવાદી સરકાર બનતા સુધીમાં હજારો રાષ્ટ્રવાદીઓએ પોતાના જીવન અને યૌવનને ખપાવ્યું છે. ગત ૧૦૦ વર્ષથી જવાનીઓ પોતાના ત્યાગ, સમર્પણ, અને પરિશ્રમથી માતૃભૂમિની સેવા તથા રાષ્ટ્રહિત સર્વોપરીની વિચારધારાના વિસ્તારમાં લાગી છે. આજે તમને જે સત્તાના અધિકાર પ્રાપ્ત છે તે તમારા પરિશ્રમનું ફળ છે, તે ભ્રમ થઈ ગયો છે.”
પૂર્વ સાંસદ શર્માએ કૃષિમંત્રીને આકરા શબ્દોમાં કહ્યું કે, “સત્તાનો મદ જ્યારે ચડે છે તો નદી, પહાડ કે વૃક્ષની જેમ દેખાતો નથી, તે અદ્રશ્ય હોય છે, જેવો હાલ તમારા માથે ચડી ગયો છે. પ્રાપ્ત દુર્લભ જનમતને કેમ ગુમાવી રહ્યા છો? કોંગ્રેસની તમામ સડેલી-ગળેલી નીતિઓ આપણે જ લાગૂ કરીએ, તે વિચારધારાના હિતમાં નથી. ટીપે ટીપે ઘડો ખાલી થાય છે, જનમત સાથે પણ આમ છે.” શર્માએ વધુમાં લખ્યું કે, “તમારો વિચાર ખેડૂતોના હિતમાં હોઈ શકે છે, પરંતુ કોઈ જાે સ્વયં પોતાનું જ ભલું ન થવા દેવા માંગતા હોય તો ભલાઈનો શું અર્થ. કોઈ નગ્ન, નગ્ન જ રહેવા માંગે તો જબરદસ્તીથી તેમને કપડાં શું કામ પહેરાવવાના? તમે રાષ્ટ્રવાદને બળશાળી બનાવવામાં બંધારણીય તાકાત લગાવો, ક્યાંક પાછળથી પસ્તાવવું ન પડે. હું વિચારું છું કે વિચારધારાના ભવિષ્યને સુરક્ષિત રાખવાનો સંકેત સમજી ગયા હશો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/