fbpx
રાષ્ટ્રીય

રાષ્ટ્રપતિના અભિભાષણ પર રાજ્યસભામાં ધન્યવાદ પ્રસ્તાવ પર બોલ્યા વડાપ્રધાન MSP હતી, MSP છે અને MSP રહેશે, આંદોલન બંધ કરોઃ મોદી

એક સમયે વેક્સિન માટે વલખા મારતુ ભારત, આજે વિશ્વના ૧૫૦ દેશને વેક્સિન આપી રહ્યુ છે, ભારત મધર ઓફ ડેમોક્રેસિ,ભારતનું લોકતંત્ર વેસ્ટર્ન ઈન્સ્ટીટ્યુટ નથી હ્યુમન ઈન્સ્ટીટ્યુટ છે સત્યમ શિવમ સુંદરમ તેનો મંત્ર છે
કોરોના સામે ભારત જંગ જીત્યું, દુનિયાએ વખાણ કર્યા તો પણ વિપક્ષ મજાક ઉડાવે છે, જે મનમોહન સિંહ ઈચ્છતા હતા તે મેં કરી બતાવ્યું, તમારે ગર્વ કરવો જાેઈએ, અપશબ્દો અને ખરાબ મારા ખાતામાં જવા દો, સારું તમારા ખાતામાં

કૃષિ કાયદાની વિરુદ્ધ ખેડૂત આંદોલનની જ્વાળા પંજાબથી ઊઠી અને હરિયાણાને પોતાનામાં શમાવતા પશ્ચિમ યૂપી સુધી ફેલાઈ ગઈ છે. પંજાબમાં જ્યાં ખેડૂતો રોડ પર ઉતર્યા છે તો પશ્ચિમ યૂપીમાં ખાપ પંચાયતોનો તબક્કો ચાલી રહ્યો છે. આવામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિના અભિભાષણ પર ધન્યવાદ પ્રસ્તાવ પર રાજ્યસભાને જવાબ આપ્યો તો આંદોલનકારી ખેડૂતોને સાધવાનો પણ પ્રયત્ન કર્યો. પીએમ મોદીએ ચૌધરી ચરણસિંહનો ઉલ્લેખ કરીને પશ્ચિમ યૂપીના ખેડૂતોને સંદેશ આપ્યો તો શીખ સમુદાયને દેશની શાન ગણાવીને પંજાબના આંદોલનકારી ખેડૂતોના દિલ જીતવાનો પ્રયત્ન કર્યો.

કૃષિ કાયદાના મુદ્દા પર ચાલી રહેલા આંદોલનને લઇ પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું કે ટેકાના ભાવ હતા, છે અને રહેશે. એવામાં ખેડૂતોના આંદોલનને ખત્મ કરવું જાેઇએ અને ચર્ચા ચાલુ રાખવી જાેઇએ. આ સિવાય કેટલાંય મુદ્દા પર પીએમ મોદીએ વિપક્ષ પર કટાક્ષ કર્યા.
આપણી ખેતીને ખુશાલી બનાવા માટે આ સમયને ગુમાવવો જાેઇએ નહીં. પીએમે કહ્યું કે

આપણા કૃષિમંત્રી સતત ખેડૂતોની સાથે વાતચીત કરી રહ્યા છે. હજુ સુધી કોઇ તણાવ પેદા થયો નથી. એકબીજાની વાત સમજવાનો, સમજાવવાનો પ્રયાસ ચાલી રહ્યો છે. અમે આંદોલન કરનારાઓને પ્રાર્થના કરીએ છીએ કે આંદોલન કરવાનો બધાનો હક છે. પરંતુ આ રીતે વૃદ્ઘ લોકો બેઠા છે એ યોગ્ય નથી તમે તેમને લઇ જાઓ. તમે આંદોલનને ખત્મ કરો. આગળ વધવા માટે સાથે બેસીને ચર્ચા કરીશું. હું ગૃહના માધ્યમથી પણ નિમંત્રણ આપું છું.

આપણે આગળ વધવું જાેઇએ, દેશને પાછળ લઇ જવો જઇએ નહીં, પક્ષો હોય વિપક્ષ હોય આ સુધારાઓને આપણે તક આપવી જાેઇએ. આ પરિવર્તનથી લાભ થાય છે કે નહીં. કોઇ કમી હોય તો ઠીક કરીશું, એવું તો નથી કે બધા દરવાજા બંધ કરી દીધા હોય. આથી જ હું કહું છું કે વિશ્વાસ અપાવું છું કે મંડીઓ આધુનિક બનશે, વધુ પ્રતિસ્પર્ધી બનશે. ટેકાના ભાવ છે , હતા અને રહેશે. આ સદનની પવિત્રતા સમજાે. મહેરબાની કરીને ભ્રમ ના ફેલાવીએ કારણ કે દેશે આપણને વિશિષ્ટ જવાબદારી સોંપી છે.

પીએમ મોદીએ કહ્યું, “યાદ કરો, હું બે-ત્રણ વર્ષ પહેલાં અહીં આ ગૃહનું ભાષણ સાંભળતો હતો. મોબાઇલ ક્યાં છે, લોકો ડિજિટલ ટ્રાંઝેક્શન કેવી રીતે કરશે, આજે યુપીઆઈ તરફથી દર મહિને ચાર લાખ કરોડનું ટ્રાંઝેક્શન થાઇ રહ્યું છે. પાણી હોય, આકાશ હોય, અંતરિક્ષ હોય, ભારત દરેક ક્ષેત્રમાં તેની સંભાવના સાથે ઉભું છે. સર્જિકલ સ્ટ્રાઈક હોય, એર સ્ટ્રાઇક હોયપવિશ્વએ ભારતનું પરાક્રમ જાેયું છે.

મોદીએ વિપક્ષને આડે હાથ લેતા કહ્યું કે અહીં લોકતંત્રને લઇ ખૂબ ઉપદેશ અપાય છે. તેમણે કહ્યું કે ભારતનું લોકતંત્ર એવું નથી કે તેની ખાલ આપણે ઉઝેડી શકીએ છીએ. હું ડેરેક (ઓ’બ્રાયન) જીની વાત સાંભળી રહ્યો હતો. જાેરદાર શબ્દોનો પ્રયોગ થઇ રહ્યો હતો. હું સાંભળી રહ્યો હતો ત્યારે હું વિચારી રહ્યો હતો કે આ બંગાળની વાત છે? કોંગ્રેસના આપણા (પ્રતાપ સિંહ) બાજવા સાહેબ બોલી રહ્યા હતા, મને લાગી રહ્યું હતું થોડીવારમાં તેઓ ૮૪ સુધી પહોંચી જશે. ખેર એવું થયું નહીં. કોંગ્રેસ દેશને બહુ નિરાશ કરે છે, એક વખત ફરીથી એ જ કર્યું.

મોદીએ કહ્યું કે આપણે ત્યાં કોરોનાને લઇ ડરાવાની કોશિષો પણ થઇ. કેટલાંય નિષ્ણાતોએ પોતાની સમજના હિસાબથી કહ્યું. આજે દુનિયા એ વાત પર ગર્વ કરી રહ્યું છે કે ભારતે કોરોનાથી લડાઇમાં મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી છે. આ લડાઇ જીતવાનો યશ કોઇ સરકારને જતો નથી પરંતુ ભારતને તો જાય છે. વિશ્વની સામે આત્મવિશ્વાસથી બોલવામાં શું જાય છે. પીએમે કહ્યું કે તમારા સોશિયલ મીડિયા પર જાેયું હશે, ફૂટપાથ પર ઝૂંપડીમાં રહેનાર માતા પણ બહાર દીવડો પ્રગટાવીને બેઠી છે. પરંતુ આપણે તેમની ભાવનાઓની મજાક બનાવી રહ્યા છે? તેમની મજાક ઉડાવી રહ્યા છે. તેમણે કહ્યું વિરોધ કરવા માટે કેટલાં મુદ્દા છે અને કરવો પણ જાેઇએ પરંતુ એવું ના કરવું જાેઇએ કે દેશનું મનોબળ તૂટે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/