૧૩.૨ મેગાવોટની જળવિદ્યુત પરિયોજના પૂરમાં તણાઇ ગઇ ઉત્તરાખંડ તબાહી પર અત્યાર સુધી ૨૨ લોકોના મોત નિપજ્યાઃ શાહ
ઉત્તરાખંડની તબાહી પર ગૃહમંત્રી અમિત શાહનું રાજ્યસભામાં નિવેદન આપતા કહ્યું કે અત્યાર સુધીમાં ૨૨ લોકોના મૃત્યું થયા છે.
ઉત્તરાખંડના ચમોલી જિલ્લામાં ગ્લેશિયર તૂટવાથી મોટું નુકસાન થયું છે. આ કુદરતી તબાહીએ જાન અને માલ બંનેને ઉંડો આઘાત પહોંચ્યો છે. રાજ્ય સરકારથી લઇને કેન્દ્ર સરકાર સુધી આ ઘટના પછી સંપૂર્ણ સક્રિયતાની સાથે રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. આ દૂર્ઘટના પર આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે નિવેદન આપ્યું છે.
અમિત શાહે કહ્યું કે પૂરથી ૧૩.૨ મેગાવટની જળ વિદ્યુત પરિયોજના પુરમાં તણાઇ ગઇ છે. આ અચાનક આવેલ પૂરમાં તપોવનની એનટીપીસીની ૨૫૦ મેગાવોટની જળ વિદ્યુત પરિયોજનાને પણ નુકસાન પહોંચ્યું છે. ઉત્તરાખંડ સરકારે જણાવ્યું છે કે પૂરથી નિચાણવાળા વિસ્તારમાં હાલ કોઇ ખતરો નથી. આ સાથે જળસ્તરમાં પણ ઘટાડો થયો છે.
૭ ફેબ્રુઆરીના રોજ ગ્લેશિય તુટવાની આ ઘટના પર અમિત શાહે જણાવ્યું કે ૫૬૦૦ મીટરની ઉંચાઇ પર સ્થિત ગ્લેશિયર તુટવાથી હિમસ્ખલન થયુ, જે ૧૪ કિમી ક્ષેત્ર જેટલું મોટુ હતું. જેના કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયું.
અમિત શાહે કહ્યું કે કેન્દ્ર સરકાર દરેક સ્થિતિ પર ૨૪ કલાક નજર રાખી રહી છે. પ્રધાનમંત્રી મોદી સ્વયં સ્થિતિ પર નજર રાખી રહ્યાં છે. ગૃહ મંત્રાલય બંને કંટ્રોલ રુમ દ્વારા નજર રાખી રહ્યું છે. રાજ્યને દરેક પ્રકારની સહાયતા આપવામાં આવી રહી છે.
Recent Comments