fbpx
રાષ્ટ્રીય

ભાજપના ૯ અને જેડીયૂના ૯ મંત્રીઓએ શપથગ્રહણ કર્યા બિહારમાં નીતિશ કેબિનેટનું વિસ્તરણઃ નવા ૧૭ નેતાઓએ મંત્રીપદના શપથ લીધા

ભાજપ નેતા શાહનવાઝ હુસૈને ઊર્દૂમાં શપથગ્રહણ કર્યા

બિહારમાં નિતિશ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. ભારતીય જનતા પાર્ટીના શાહનવાજ હુસેન સાથે કુલ ૧૭ નેતાઓએ મંગળવારે મંત્રીપદના શપથ લીધા. બિહારમાં સરકાર બન્યા પછી ખૂબજ લાંબા સમયથી કેબિનેટ વિસ્તરણની રાહ જાેવાઈ રહી હતી.

જેમાં બીજેપી ક્વોટાના ૯ અને જેડીયુ ક્વોટાથી ૮ મંત્રીઓએ સપથ લીધા. કુલ ૧૭ મંત્રીઓએ શપથ લેતાં બિહાર મંત્રીમંડળ નીતીશની કેબિનેટનું વિસ્તરણ થયું છે.

શાહનવાજ હુસેન ફરીથી મંત્રી બની રહ્યા છે. લગભગ ૨૦ વર્ષ પછી તેમને ફરીથી મંત્રી પદ મળી રહ્યું છે. નીતિશ કુમાર અને શાહનવાજ હુસૈન બંને અટલ સરકારમાં મંત્રી રહી ચૂક્યા છે. શાહનવાઝે ઊર્દૂમાં મંત્રીપદના શપથ લીધા હતા. તેમના પછી શ્રવણકુમારે પણ મંત્રી પદના શપથ લીધા. શ્રવણકુમાર નીતિશ કુમારના નજદીકી માનવામાં આવી રહ્યા છે.

આ ઉપરાંત સુશાંતસિંહ રાજપૂતના કાકાઈ ભાઈ નિરજસિંહ બબલૂએ પણ મંત્રી પદના શપથ લીધા છે. સુભાષસિંહ, આલોક રંજન ઝા, જનક રામ, નારાયણપ્રસાદ મંત્રી બન્યા છે. જેડીયુ ક્વોટામાંથી લેસી સિંહ, જમા ખાન, જયંત રાજ, મદન સહની, શ્રવણકુમાર, સંજય ઝા અને સુનિલ કુમાર મંત્રી બન્યા છે.

૧૬ નવેમ્બરના જ્યારે નીતિશ સરકારની શપથ વિધિ થઈ ત્યારે ૧૫ મંત્રીઓએ શપથ લીધા હતા. આજની શપથ વિધિ બાદ બિહાર મંત્રી મંડળની સંખ્યા ૩૧ પર પહોંચી ગઈ છે. કારણ કે એક મંત્રીએ રાજીનામું પણ આપી દીધું હતું. બિહાર મંત્રીમંડળ વિસ્તરણ હેતુ આયોજી શપથ ગ્રહણ કાર્યક્રમમાં સુશિલ મોદી પણ હાજર રહ્યા હતા.

બીજેપીમાંથી બનેલા મંત્રીઓને મળ્યા આ મંત્રાલય
શાહનવાઝ હુસૈન – બીજેપી – ઉદ્યોગ મંત્રી
સુભાષ સિંહ – સહકારી મંત્રી
નીતિન નવીન – માર્ગ બાંધકામ મંત્રી
નારાયણ પ્રસાદ – પર્યટન વિભાગ
નીરજ સિંહ બબલૂ – પર્યાવરણ, વન અને જળવાયુ પરિવર્તન વિભાગ
પ્રમોદ કુમાર – શેરડી ઉદ્યોગ વિભાગ
સમ્રાટ ચૌધરી – પંચાયતી રાજ વિભાગ
આલોક રંજન ઝા – કલા સંસ્કૃતિ તેમજ યુવા વિભાગ
જનક રામ – ખાણ તેમજ ભૂસ્તરશાસ્ત્ર વિભાગ
જેડીયૂમાંથી આ મંત્રીઓને મળ્યું મંત્રાલય
લેસી સિંહ – ખાદ્ય અને ગ્રાહક સુરક્ષા વિભાગ
સુમિત સિંહ – વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ
સંજય ઝા – જળસંસાધન, સૂચના અને જનસંપર્ક સહરકારીતા
શ્રવણ કુમાર – ગ્રામીણ વિકાસ વિભાગ
મદની સહની – સમાજ કલ્યાણ વિભાગ
જયંત રાજ – ગ્રામીણ કાર્ય વિભાગ
જમા ખાન – લઘુમતી વિભાગ
સુનીલ કુમાર – દારૂ પ્રતિબંધ, ઉત્પાદનોનો વિભાગ

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/