બપોરે ૧૨થી ૪ વાગ્યા સુધી રેલ રોકોનું એલાન કરાયું છે આજે દેશભરમાં ખેડૂતોનું રેલ રોકો આંદોલનઃ ચક્કાજામ કરશે

ખેડૂતોનુ આંદોલન છેલ્લા ત્રણ મહિનાથી ચાલુ છે. ખેડૂતોએ સ્પષ્ટ કરી દીધુ છે કે જ્યાં સુધી મોદી સરકાર ત્રણે નવા કાયદાને પાછા નહિ લે ત્યાં સુધી તે આંદોલન કરતા રહેશે. આ દરમિયાન ક્લાઈમેટ એક્ટિવિસ્ટ દિશા રવિની દિલ્લી પોલિસે ટૂલકિટ મામલે ધરપકડ કરી. જેનાથી ખેડૂતોનો ગુસ્સો વધુ ભડકી ગયો છે. આ માટે ખેડૂતોએ ૧૮ ફેબ્રુઆરીએ દેશવ્યાપી રેલ રોકો આંદોલનનુ એલાન કર્યુ છે. આ પહરેલા ખેડૂતોએ ચક્કાજામ કર્યુ હતુ. જેનાથી દિલ્લી, યુપી અને ઉત્તરાખંડને અલગ રાખવામાં આવ્યા પરંતુ રેલ રોકો આંદોલન આખા દેશમાં થશે.
સંયુક્ત ખેડૂત મોરચાના જણાવ્યા મુજબ જે સમયે ટ્રાફિક સૌથી ઓછો રહે છે એ વખતે તેમણે ચક્કાજામ કર્યુ હતુ. આ રીતે તેમણે રેલ રોકો આંદોલનની રૂપરેખા તૈયાર કરવામાં આવી છે. ૧૮ ફેબ્રુઆરીએ બપોરે ૧૨ વાગ્યાથી લઈને ૪ વાગ્યા સુધી રેલ રોકો આંદોલન થશે. ખેડૂત નેતાઓના જણાવ્યા મુજબ તેમનો હેતુ માત્ર સરકાર સુધી પોતાનો અવાજ સંભળાવવાનો છે. દિવસમાં ટ્રેનોની અવરજવર ઓછી રહે છે એવામાં તેમણે આંદોલન માટે ચાર કલાકનો સમય પસંદ કર્યો છે જેથી મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો ના પડે.
આ મામલે ભારતીય ખેડૂત સંગઠનના પ્રવકતા રાકેશ ટિકૈતે કહ્યુ કે તે રસ્તામાં ટ્રેનને નહિ રોકે. તે કાયદેસર એન્જિન પર ફૂલ-માલા ચડાવીને ટ્રેનોની અવરજવર સ્ટેશન પરથી બંધ કરાવી દેશે. મુસાફરોને મુશ્કેલી ન થાય તે માટે તેમને ચા-નાસ્તો ખેડૂતો તરફથી આપવામાં આવશે. વળી, બીજી તરફ ખેડૂતોના રેલ રોકો આંદોલનને જાેતા જીઆરપી અને આરપીએફ એલર્ટ પર છે. બધા જવાનો અને અધિકારીઓન રજાઓ રદ કરી દેવામાં આવી છે. જ્યાં જ્યાં સ્થિતિ તણાવપૂર્ણ થઈ શકે છે ત્યાં વધુ જવાનોને તૈનાતી કરવામાં આવી રહી છે.
ટ્રેનોના રૂટમાં ફેરફાર
ખેડૂત આંદોલનનો સૌથી વધુ પ્રભાવ પંજાબમાં જાેવા મળી રહ્યો છે. જેના કારણે રેલવેએ નાંદેડ અમૃતસર એક્સપ્રેસને ચંદીગઢ સુધી જ લઈ જવાનો ર્નિણય કર્યો છે. આ ઉપરાંત અમૃતસર-નાંદેડ એક્સપ્રેસ પણ અમૃતસરની જગ્યાએ ચંદીગઢથી ચાલશે. વળી, કોરબા-અમૃતસર એક્સપ્રેસને અંબાલા સ્ટેશન પર ટર્મિનેટ કરી દેવામાં આવશે. સાથે જ અમૃતસરથી કોરબા જતી ટ્રેન અંબાલાથી જ શરૂ થશે.
Recent Comments