fbpx
રાષ્ટ્રીય

પુડુચેરીમાં રાજકીય જંગઃ મુખ્યમંત્રી નારાયણસામી આજે બહુમત સાબિત કરશે

પુડુચેરીમાં વી. નારાયણસામી સરકાર સદનમાં બહુમત સાબિત કરે તે પહેલા વધુ એક ઝટકો લાગ્યો છે. ત્યારે કોંગ્રેસ માટે અહીં કપરા ચડાણ જાેવા મળી રહ્યા છે. કોંગ્રેસની સરકાર પોતાનો બહુમત ખોઈ ચુકી છે. રાજ્યપાલના આદેશ અનુસાર સોમવારે અહીં સરકારને બહુમત સાબિત કરવાનો થાય છે. કોંગ્રેસ નેતા લક્ષ્મીનારાયણને કહ્યુ હતું કે, કોંગ્રેસમાં તેમની કદર થતી નથી. એટલા માટે તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે.

લક્ષ્મીનારાયણનના રાજીનામા બાદ ૨૭ સભ્યોવાલી પુડુચેરી વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા ઘટીને હવે ૧૩ થઈ ગઈ છે અને પાર્ટી પોતાનો બહુમત ખોઈ ચુકી છે. લક્ષ્મીનારાયણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે, તેઓ વરિષ્ઠ નેતાઓના હોવા છતાં પણ મને મંત્રી બનાવામાં આવ્યા નહીં. સત્તાધારી કોંગ્રેસ પાર્ટી પોતાનો બહુમત ખોઈ ચુકી છે. અને હાલના સંકટ માટે મને જવાબદાર ઠેરવી રહી છે. પ્રાપ્ત વિગતો મુજબ જાેઈએ કો,એનઆર કોંગ્રેસ અને ભાજપે લક્ષ્મીનારાયણનનો સંપર્ક કર્યો છે. તેમણે પોતાના સમર્થકોને પણ કહ્યુ છે કે, મારી આગામી રણનીતિને લઈને પછીથી જણાવીશ.

પુડુચેરીના ઉપરાજ્યપાલ તમિલિસાઈ સૌંદર્યરાજને વિપક્ષની માગ પર મુખ્યમંત્રી વી. નારાયણસામીને સોમવારના રોજ બહુમત સાબિત કરવા જણાવ્યુ છે. વિપક્ષનો દાવો છે કે, મુખ્યમંત્રી પોતાનો બહુમત ખોઈ ચુક્યા છે. પુડુચેરીમાં સત્તાધારી કોંગ્રેસ પાર્ટી જાે સદનમાં પોતાનો બહુમત સાબિત કરવામાંથી ચુકી જશે, તો આગામી ત્રણ મહિના માટે ત્યાં રાષ્ટ્રપતિ શાસન લાગી જશે. કેન્દ્રશાસિત પ્રદેશમાં ત્રણ મહિના બાદ વિધાનસભા ચૂંટણી યોજાવાની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/