fbpx
રાષ્ટ્રીય

પૂર્વ લદ્દાખનો બાકી વિસ્તાર પણ ખાલી કરોઃ ભારતે ચીનને કહ્યું ભારત-ચીન વચ્ચે ૧૨ કલાક ચાલી મંત્રણાઃ પૂર્વ લદ્દાખમાં સૈન્ય વાપસી થઇ વાતચીત

ભારત અને ચીન વચ્ચે ફરી એક વખત સૈન્ય વાતચીત થઇ. આ વાતચીત શનિવાર સવારથી શરૂ થઇને રવિવારે સવારે ૨ વાગ્યા સુધી અંદાજે ૧૬ કલાક સુધી ચાલી. વાતચીત દરમ્યાન ભારતે પૂર્વ લદ્દાખમાં હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગ વિસ્તારમાંથી પણ સૈનિકોની વાપસી પર જાેર આપ્યું. બંને દેશ પેંગોગ ઝીલના ઉત્તર અને દક્ષિણ છેડેથી ભારત અને ચીનના સૈનિકો, અસ્ત્ર-શ્સ્ત્રો અને અન્ય સૈન્ય સાધનોને હટાવાની પ્રક્રિયા પૂરી થઇ ચૂકી છે. તેના બે દિવસ બાદ કોર કમાન્ડર સ્તરની ૧૦મા દોરની આ વાર્તા થઇ.

સત્તાવાર સૂત્રોએ કહ્યું ક બેઠક સવારે ૧૦ વાગ્યે વાસ્તવિક નિયંત્રણ રેખા પર ચીનની તરફ મોલ્દો સરહદ વિસ્તારમાં શરૂઆત થઇ જે રવિવાર સવારે ૨ વાગ્યા સુધી ચાલી. તેમણે કહ્યું કે ભારત આ દરમ્યાન વિસ્તારમાં તણાવ ઓછો કરવા માટે હોટ સ્પ્રિંગ્સ, ગોગરા અને દેપસાંગ જેવા વિસ્તારોમાંથી પણ તેજ ગતિથી સૈન્ય વાપસી પર જાેર આપ્યું. બંને દેશોની વચ્ચે સૈન્ય ગતિરોધને નવ મહિના થઇ ગયા છે. સમજૂતી બાદ બંને પક્ષોએ પેંગોંગ ઝીલના ઉત્તર અને દક્ષિણ છેડાના વિસ્તારમાંથી પોત-પોતાના સૈનિકો પાછા બોલાવી લીધા છે. સાથો સાથ અસત્ર-શસ્ત્રો, અન્ય સૈન્ય સાધનો, બંકરો અને અન્ય નિર્માણને પણ હટાવી દીધું છે. સૂત્રોએ કહ્યું કે ૧૦મા દોરની વાર્તામાં ચર્ચાનું મુખ્ય બિંદુ અન્ય વિસ્તારોમાંથી પણ વાપસીની પ્રક્રિયાને આગળ વધારવાનું છે. બંને પક્ષ તેના માટે ચર્ચા કરવા માટે વાર્તા કરી રહ્યું છે.

નોંધનીય છે કે પૈંગોંગ સરોવરના ઉત્તરી અને દક્ષિણી કાંઠે સૈન્ય વાપસીની પ્રક્રિયા ૧૦ ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી, જે ૧૮ ફેબ્રુઆરીએ પૂરી કરી લેવામાં આવી છે. ૧૦મા તબક્કાની વાતચીતનું ભારત તરફથી લેફ્ટિનેન્ટ જનરલ પીજીકે મેનને નેતૃત્વ કર્યું હતું. પીજીકે મેનન લેહ સ્થિત ૧૪મી કોરના કમાંડર છે. જ્યારે ચીન પ્રતિનિધિનું મેજર જનરલ લિઉ લિને નેતૃત્વ કર્યું હતું. મેજર જનરલ લિઉ લિન ચીની સેનાના દક્ષિણી શિનજિયાંગ સૈન્ય જિલ્લાના કમાંડર છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/