રસીકરણ દરમિયાન દેશમાં ફરી એકવાર સંક્રમણના કેસોમાં ઉછાળોકોવિડના વધતા કેસ વચ્ચે રાજ્યોને RT PCR ટેસ્ટિંગ વધારવા કેન્દ્રની સલાહ

દેશમાં ચાલી રહેલા રસીકરણ અભિયાન દરમિયાન દૈનિક સ્તરે કોરોના સંક્રમણના નવા કેસોમાં ચિંતાજનક વધારો આવી રહ્યો છે. જેને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે દેશના તમામ રાજ્યોને ટેસ્ટિંગ વધારવાની અને મ્યૂટેન્ટ સ્ટ્રેન્સ પર સતત નજર રાખવાની સલાહ આપી છે.
વિતેલા દિવસોમાં દેશમાં કોરોના સંક્રમણના કેસોમાં સતત વધારો નોંધાયો હતો, જેમાં ખાસ કરીને મહારાષ્ટ્ર અને કેરળમાં સ્થિતિ વધુ ગંભીર હોવાના રિપોર્ટ સામે આવ્યા હતા. આ સિવાય છત્તીસગઢ, પંજાબ અને જમ્મુ-કાશ્મીરમાં પણ દૈનિક સ્તરે નવા કેસમાં ઉછાળો આવ્યો હતો. આ રાજ્યોને ઇ્-ઁઝ્રઇ ટેસ્ટિંગમાં વધારો કરવાની સલાહ આપવામા આવી હતી અને જે જીલ્લાઓમાં મૃત્યુઆંક વધુ હોય ત્યાં ક્લિનિકલ વ્યવસ્થાઓ માટે તૈયારી કરવાનું પણ કહેવામાં આવ્યું હતું.
દેશમાં કોરોના સંક્રમણની સ્થિતિ ફરીથી ગંભીર બને નહીં એ માટે કેન્દ્ર સરકાર તમામ રાજ્ય સરકારોને સતત નિર્દેશ આપી રહી છે. આ દરમિયાન સ્વાસ્થ મંત્રાલયે જાહેર કરેલા તાજા આંકડાઓ દર્શાવે છે કે મહારાષ્ટ્ર અને કેરળના કેસ દેશના કુલ આંકડાના ૭૪ ટકા હિસ્સો છે. ગત ચાર અઠવાડિયામાં કેરળમાં સરેરાંશ ૪૨થી ૪૩ હજારની વચ્ચે કેસો સામે આવી રહ્યા છે.
મહારાષ્ટ્રની સ્થિતિ પણ ગંભીર બની રહી છે, મુંબઇ સહિત મુખ્ય શહેરોમાં ઠાકરે સરકારે કોવિડ-૧૯ વિરુદ્ધ નિયમોના ફરજીયાત પાલન પર જાેર આપી રહી છે. અહીં સુધી કે અનેક શહેરોમાં રાત્રિ કરફ્યુ જાહેર થવાની સંભાવના છે. શહેરોમાં શાળા કોલેજાે ફરીથી બંધ કરવાની નોબદ આવી ચૂકી છે. આ પહેલા પણ મહારાષ્ટ્ર કોરોના મહામારીની શરુઆતથી જ ઝપેટામાં આવી ગયું હતું. અહીં સ્થિતિ અંકુશ મેળવતા લાંબો સમય નીકળી ગયો હતો.
Recent Comments