fbpx
રાષ્ટ્રીય

કોરોના રસીની રાહ જાેઇ રહેલા દેશોને ધીરજ રાખવા સીરમના સીઇઓની અપીલ

સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાના અદાર પૂનાવાલાએ કોવિશીલ્ડ વેક્સીનની રાહ જાેઇ રહેલા દેશોને ધીરજ રાખવાની અપીલ કરી છે.

એ ભારતમાં વેક્સિનની જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા કહ્યું છે. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયા જ કોવિશીલ્ડ રસીનું ઉત્પાદન કરી રહ્યું છે અને ઑક્સફોર્ડ યૂનિવર્સિટી અને બ્રિટિશ-સ્વીડિશ કંપની એસ્ટ્રાજેનકાએ વિકસિત કર્યું છે.

અદાર પૂનાવાલાએ રવિવારની સવારે ટિ્‌વટ કરીને કહ્યું કે, પ્રિય દેશો અને સરકારો, જેવું કે તમે લોકો કોવિશીલ્ડ વેક્સિનની સપ્લાઈની રાહ જાેઇ રહ્યા છે. હું તમે સૌને વિનમ્ર નિવેદન કરું છું કે તમે સૌ ધીરજ રાખો. સીરમ ઇન્સ્ટીટ્યૂટ ઑફ ઇન્ડિયાએ ભારતમાં વેક્સિનની ભારે જરૂરિયાતોને પ્રાથમિકતા આપવા આદેશ આપ્યો છે. સાથે જ અન્ય દેશોની જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે સંતુલન બનાવવાના પ્રયત્નો કરી રહ્યા છે. અમે પોતાની તરફથી સંપૂર્ણ પ્રયત્ન કરી રહ્યા છીએ.
જણાવી દઇએ કે, ગત બુધવારે ભારતે યૂએનના શાંતિદૂતો માટે કોરોના વેક્સિનના ૨ લાખ ડોઝ ગિફ્ટ કરવાનું એલાન કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે યૂએન સુરક્ષા પરિષદમાં કોરોના મહામારી સંકટના પરિપ્રેક્ષ્યમાં રિઝલૂશન ૨૫૩૨(૨૦૨૦) લાગૂ કરવા ચર્ચા દરમિયાન આ જાહેરાત કરી હતી.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/