fbpx
રાષ્ટ્રીય

સાંસદનો મૃતદેહ મુંબઇના મરીન ડ્રાઇવમાં આવેલ હોટલમાંથી મળી આવ્યોદાદર નગર હવેલીના સાંસદ મોહન ડેલકરનું શંકાસ્પદ મોત થતા ખળભળાટ મચ્યો

હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી આવતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

  • ૧૯૯૧ અને ૧૯૯૬માં કોંગ્રેસમાંથી લોકસભા ચૂંટણી લડી સાંસદ બન્યા
  • ૧૯૯૮માં ભાજપના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડી સાંસદ બન્યા હતા
  • ૧૯૯૯ અને ૨૦૦૪માં અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા

સાંસદ મોહન ડેલકરનું આકસ્મિક નિધન થયું હોવાનું સામે આવ્યું છે. દાદરાનગર હવેલીના સાંસદનું આકસ્મિક નિધન થતા રાજનીતિમાં સોંપો પડી ગયો છે. દાદરાનગર હવેલીના સાંસદ મોહન ડેલકરનો મુંબઈની હોટલમાંથી મૃતદેહ મળી આવ્યો છે. સૂત્રો પાસેથી જાણા મળી રહ્યું છે કે સાંસદ મોહન હેલકરે મુંબઈની હોટલમાં આત્મહત્યા કરી લીધી છે, જેમની પાસેથી એક નોટ પણ મળી આવી છે. હોટેલમાંથી ગુજરાતીમાં સ્યૂસાઈડ નોટ મળી છે. જેને પગલે તેમણે આપઘાત કર્યો હોવાની આશંકા છે. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યા હતા. હાલ તેમના મોત અંગે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

દીવ-દમણના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ સોમવારે મુંબઈની મરીન ડ્રાઈવ વિસ્તારમાં આવેલી એક હોટલમાંથી મળી આવ્યો છે. આ ઘટનાની જાણ થતાં જ મુંબઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસને પ્રાથમિક તપાસમાં મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ મળી આવી હોવાનું જણાવાઈ રહ્યું છે. જાે કે, અત્યાર સુધી પોલીસે આ વાતની પુષ્ટિ કરી નથી. હાલ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે.

દાદરા નગર હવેલીના સાંસદ મોહન ડેલકરની ઉંમર ૫૮ વર્ષની હતી, તેઓ દાદરા અને નગર હવેલી લોકસભા વિસ્તારમાંથી સાંસદ છે. વર્ષ ૧૯૮૯માં મોહન ડેલકર પહેલી વખત આ સંસદીય વિસ્તારના સાંસદ તરીકે પસંદગી થઈ હતી. ત્યારબાદ તેઓ ઘણી વખત અહીંથી સાંસદ રહ્યા છે.

મોહન ડેલકર ભારતીય નવશક્તિ પાર્ટી તરફથી સાંસદ બન્યા છે. વર્ષ ૨૦૦૯માં તેમણે કોંગ્રેસ પાર્ટી પણ જાેઈન્ટ કરી લીધી હતી. જાે કે, ગત લોકસભા ચૂંટણી એટલે કે ૨૦૧૯ની ચૂંટણીમાં તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતર્યા હતા.

મોહન ડેલકરે સેલ્વાસમાં ટ્રેડ યુનિયનના નેતા તરીકે પોતાના રાજકીય કરિયરની શરૂઆત કરી હતી. તે અલગ-અલગ ફેકટરીમાં કામ કરતા આદિવાસી લોકોના હક માટે લડતા હતા. ત્યારબાદ ૧૯૯૫માં તેમણે આદિવાસી વિકાસ સંગઠન શરુ કર્યું અને ૧૯૮૯માં તેઓ દાદરાનગર હવેલી મત વિસ્તારમાંથી અપક્ષ ઉમેદવાર તરીકે નવમી લોકસભાની ચૂંટણી લડ્યા હતા અને તેઓ સાંસદ તરીકે ચૂંટાયા હતા. ત્યારબાદ ૧૯૯૧ અને ૧૯૯૬માં પણ તેઓ આ જ મત વિસ્તારમાંથી કોંગ્રેસના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા.

ત્યારબાદ ૧૯૯૮માં તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા. ભાજપમાંથી ચૂંટણી લડ્યા બાદ ૧૯૯૯ અને ૨૦૦૪માં તેઓ અપક્ષ અને ભારતીય નવશક્તિ પાર્ટીના ઉમેદવાર તરીકે લોકસભાની ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ત્યારબાદ તેઓ ૪ ફેબ્રુઆરી ૨૦૦૯ના રોજ ફરીથી કોંગ્રેસમાં જાેડાયા અને વર્ષ ૨૦૧૯માં તેમણે કોંગ્રેસ માટે રાજીનામું આપીને ફરીથી તેઓ અપક્ષ લોકસભાની ચૂંટણી લડી અને સાંસદ બન્યા. હવે મોહન ડેલકર ત્નડ્ઢેંમાં જાેડાયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/