fbpx
રાષ્ટ્રીય

કેરળમાં રાજકીય ઘમાસાનઃ દોડવીર પીટી ઉષા ભાજપમાં જાેડાશે…?

પશ્ચિમ બંગાળ બાદ ભાજપનો હવે નવો ટાર્ગેટ કેરળ રાજ્ય હોય તેવી ચર્ચાએ વેગ પકડ્યો છે. ભાજપએ કેરળમાં પોતાની તાકાત વધારવા માટે મેટ્રોમેન ઈ.શ્રીધરનને લીધા પછી હવે ખ્યાતનામ દોડવીર પી.ટી.ઉષાને લઈ આવવાના પ્રયાસો શરૂ કરી દીધા છે. ભાજપનાં સૂત્રોની વાત માનીએ તો ઉષાએ ભાજપમાં જાેડાવાની તૈયારી બતાવી છે. અમિત શાહએ ઉષા સાથે વાત કરી હોવાનો તેમનો દાવો છે.

ઉષા કેરળ વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જાેડાઈ જશે અને ભાજપનો પ્રચાર કરશે. ભાજપ ઉષાને કેરળ વિધાનસભાની ચૂંટણીમાં નથી ઉતારવાના પણ આવતા વર્ષે રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટ કરીને સાંસદ બનાવાશે. આવતા વર્ષે રાજ્યસભામાંથી રાષ્ટ્રપતિ દ્વારા નોમિનેટેડ સાત સભ્યો નિવૃત્ત થવાના છે. આ પૈકી એક બેઠક પી.ટી.ઉષાને મળે તેવી સંભાવના છે.

ભાજપ માને છે કે ઉષાના આગમનથી શહેરી વિસ્તારોમાં ભાજપને ફાયદો થશે. શહેરી હિંદુ ડાબેરીઓની મતબેંક મનાય છે ને તેમાં ગાબડુ પાડવા ભાજપ કેટલાક મલયાલમ ફિલ્મ સ્ટાર્સને પણ ખેંચી લાવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/