fbpx
રાષ્ટ્રીય

૧૩ પોસ્ટ માટે ૨૭,૦૦૦ ઉમેદવારોએ અરજી કરી હરિયાણામાં પટ્ટાવાળાની નોકરી માટે એમ.ટેક,બી ટેક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ આપ્યા

ભારતમાં કઈ હદે બેકારી છે અને ડિગ્રી લીધા બાદ પણ યુવકોને નોકરીઓ નથી મળી રહી તેનો એક પૂરાવો હરિયાણામાં જાેવા મળ્યો છે.

હરિયાણામાં પાનીપત કોર્ટમાં પટાવાળાની ૧૩ જગ્યાઓ પર ભરતી કરવાની જાહેરાત અપાઈ હતી. ગ્રુપ ડીમાં આવતી પ્યૂનની આ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત આઠ પાસ હતી પણ ૧૩ પોસ્ટ માટે ૨૭,૦૦૦ યુવાઓ ઈન્ટરવ્યૂ આપવા માટે પહોંચી ગયા હતા. આમ એક પોસ્ટ માટે ૨,૦૦૦ કરતા વધારે ઉમેદવારો ઈન્ટરવ્યૂ આપવાના હતા.

આ ૨૭,૦૦૦ લોકોમાં હજારો ઉમેદવારો તો એવા હતા જેમની પાસે મ્. ્‌ીષ્ઠર અને સ્.્‌ીષ્ઠર જેવી એન્જિનિયરિંગની ડિગ્રી હતી અને તેઓ પટાવાળાની નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા કલાકો સુધી રાહ જાેઈને બેઠેલા નજરે પડ્યા હતા.

આમ એન્જિન્યિરિંગનો અભ્યાસ કરનારા યુવકો પણ નોકરી માટે ઝઝૂમી રહ્યા છે. દેશમાં હાલ એવી સ્થિતિ છે કે, દર વર્ષે ૧૫ લાખ વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગની ડિગ્રી મેળવે છે અને એવુ કહેવાય છે કે, તેની સામે ૨.૫ લાખ વિદ્યાર્થીઓને જ તેમની યોગ્યતા પ્રમાણે નોકરી મળે છે. બાકીના કાંતો બેકાર રહે છે અથવા તો તેમને બીજી કોઈ નોકરી ના છુટકે સ્વીકારી લેવાની ફરજ પડે છે. હરિયાણા જેવી જ સ્થિતિ દેશના મોટાભાગના રાજ્યોની છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/