fbpx
રાષ્ટ્રીય

છેલ્લા ૮૧ દિવસોમાં કોરોનાથી સૌથી ઓછાં મૃત્યુ રવિવાર નોંધાયા. ૨૪ કલાકમાં ૪૬,૧૪૮ નવા કરોનાના કેસ નોંધાયા, ૯૭૯ દર્દીનાં મોત

દેશમાં કોરોના વાયરસના રોજ આવતાં કેસોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્ય છે અને મોતનો આંકડો પણ પહેલાંની સરખામણીએ ઘટી રહ્યો છે. રિકવરી રેટમાં પણ સતત વધારો થઇ રહ્યો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસના ૪૬,૧૪૮ નવા કેસ સામે આવ્યા છે.

સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૫૮,૫૭૮ લોકોએ કોરોનાને માત આપી છે. દેશમાં કોરોના વાયરસનો રિકવરી રેટ ૯૬.૭૯ ટકા સુધી પહોંચી ગયો છે. સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, હવે દેશમાં કોરોના વાયરસના કુલ એક્ટિવ કેસ ૫,૭૨,૯૯૪ છે.

છેલ્લા ૨૪ કલાક દરમિયાન દેશમાં કોરોનાને લીધે ૯૭૯ લોકોનાં મોત નિપજ્યાં છે. દેશમાં અત્યાર સુધી કોરોનાને લીધે ૩.૯૬ લાખથી વધુ લોકોના મૃત્યુ થયા છે. છેલ્લા ૨૪ કલાકમાં ૧૫.૭૫ લાખથી વધુ લોકોના ટેસ્ટ થયા છે અને તેમાંથી ૪૬,૧૪૮ લોકો કોરોના પોઝિટિવ આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં કોરોના વાયરસ સંક્રમણ દર ૨.૯૩ ટકા રહ્યો છે.

૧૨ મી એપ્રિલ પછી પહેલીવાર ગઈકાલે રવિવાર, ૨૭ જૂનના રોજ કોરોના ચેપથી દૈનિક મૃત્યુઆંક ૧૦૦૦ ની નીચે નોંધાયો છે, જ્યારે મહારાષ્ટ્રમાં ૨૬૨ ‘બેકલોગ’ મૃત્યુ પણ તેમાં ઉમેરવામાં આવ્યાં છે. ગયા અઠવાડિયે (૧૪ થી ૨૦ જૂન) ત્યાં કોરોના મૃત્યુમાં ૪૫ ટકાનો ઘટાડો થયો હતો, જે મહામારી શરૂ થયા પછીનો અત્યાર સુધીનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે.

આ અઠવાડિયે ભારતમાં કોરોનાના ૩,૪૫,૦૨૮ નવા કેસ નોંધાયા છે, જે છેલ્લા સાત દિવસ કરતા ૧૯ ટકા ઓછા છે. આ ૧૫ થી ૨૧ માર્ચ પછીના ૧૪ અઠવાડિયામાં સૌથી ઓછા કેસ હતા. ટાઇમ્સ ઓફ ઈન્ડિયાના કોવિડ ડેટાબેઝ અનુસાર રવિવારે ૪૬,૩૧૫ નવા કેસ નોંધાયા છે. હાલમાં દેશમાં સક્રિય કેસની સંખ્યા આશરે ૫.૮ લાખ છે. શનિવારે જ એક્ટિવ કેસ ઘટીને ૬ લાખ થઈ ગયા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/