fbpx
રાષ્ટ્રીય

રોહિત શર્માએ લોનાવાલામાં પોતાનો વિલા એક મહિલાને કરોડોમાં વેચ્યો

ટીમ ઇન્ડિયાના સ્ટાર ઓપનર રોહિત શર્માએ ક્રિકેટના મેદાન પર મોટા-મોટા રેકોર્ડસ પોતાના નામે કર્યા છે. વર્લ્ડ ક્રિકેટમાં ‘હિટમેન’ના નામથી જાણીતા રોહિત શર્માએ પોતાની કેરિયરમાં ખૂબ સંપત્તિ અને નામ કમાયું છે. રોહિત શર્માનો મુંબઇના વર્લીમાં એક ખૂબ જ આલીશાન ફલેટ છે. રોહિતનું ઘર વર્લીમાં આહુજા એપાર્ટમેન્ટસના ૨૯મા માળે છે. આ સિવાય તેનું લોનાવાલામાં પણ એક વિલા છે.

ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન રોહિત શર્માની લોનાવાલામાં એક પ્રોપર્ટી છે, જે ૬૩૨૯ ચોરસ ફૂટમાં ફેલાયેલી છે. આ સંપત્તિનું રજીસ્ટ્રેશન ૧ જૂન, ૨૦૨૧ ના ??રોજ કરવામાં આવ્યું છે. જીૂેટ્ઠિીકીટ્ઠંૈહઙ્ઘૈટ્ઠ.ર્ષ્ઠદ્બના મતે ઝેપકી.કોમ વતી તેને આ સોદાથી સંબંધિત દસ્તાવેજાે આપવામાં આવ્યા હતા, રોહિતે ૫.૨૫ કરોડની કિંમતવાળુ પોતાનું વિલા સુષમા અશોક સરાફ નામના એક મહિલાને વેચી દીધું છે.

રોહિત શર્મા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની હાર ભૂલીને તેના પરિવાર સાથે ઇંગ્લેન્ડમાં રજાઓ એન્જાેય કરી રહ્યો છે. અજિંક્ય રહાણેએ તેના ઇન્સ્ટાગ્રામ પર પરંતુ ફોટો શેર કર્યા છે, જેમાં રહાણે અને રોહિત શર્મા તેમના પરિવાર સાથે ક્વોલિટી ટાઇમ પસાર કરતાં જાેવા મળ્યા છે. ભારતની ટીમ ઈંગ્લેન્ડ સામે ૪ ઓગસ્ટથી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની શરૂઆત કરશે. રમત પહેલા ટીમને બાયો બબલમાંથી ૨૦ દિવસનો વિરામ આપવામાં આવ્યો છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/