fbpx
રાષ્ટ્રીય

મુંબઈ હાઈકોર્ટે છૂટાછેડા દરમિયાન ગર્ભધારણા રહેલી મહિલાને ગર્ભપાતની મંજૂરી આપી

પતિ સાથે છૂટાછેડાની પ્રક્રિયા ચાલુ છે. આવી પરિસ્થિતિમાં થયેલી ગર્ભધારણા આગળ ચાલુ રાખવા માગતી નથી. પ્રસૂતિ થઈને બાળક જન્મે તો તેનું પાલનપોષણ કરવા પતિ પાસેથી મને આર્થિક અને ભાવનાત્મક રીતે કોઈ પણ આધાર મળવાનો નથી. આ ગર્ભધારણાથી મને માનસિક આઘાત લાગ્યો હોઈ આગળ પણ તે ચાલુ જ રહેશે, એવું કહેતી ૨૩ સપ્તાહની ગર્ભધારણા રહેલી ૨૨ વર્ષીય મહિલાએ ગર્ભપાતની પરવાનગી માગતી અરજી કરી હતી. કૌટુંબિક હિંસાચારના પ્રકારમાં પણ મહિલાના માનસિક આરોગ્ય પર અસર થઈ શકે છે. આથી કૌટુંબિક હિંસાચારને લીધે અનિચ્છાથી થયેલી ગર્ભધારણાના પ્રકારમાં માનસિક આરોગ્ય પર અસર પણ તબીબી દષ્ટિથી ગર્ભપાત કરવા માટે વૈધ કારણ નીવડી શકે છે, એવો મહત્ત્વપૂર્ણ ચુકાદો મુંબઈ હાઈ કોર્ટે હાલમાં જ આપીને મહિલાને ગર્ભપાતની પરવાનગી આપી હતી.

ગર્ભમાં કોઈ પણ વ્યંગ નથી, પરંતુ આ ગર્ભધારણાથી મહિલાને માનસિક આઘાત લાગ્યો હોઈ તે આગળ ચાલુ રાખવામાં આવે તો માનસિક આરોગ્ય પર અસર થતી જ રહેશે, એવો અહેવાલ જેજે હોસ્પિટલના નિષ્ણાતોની ટીમે જસ્ટિસ ઉજ્જલ ભુયાન અને જસ્ટિસ માધવ જામદારની ખંડપીઠને આપ્યો હતો. તેની દખલ ખંડપીઠે લીધી છે.દુષ્કર્મ મહિલા પર થયેલો તીવ્ર સ્વરૂપનો હિંસાચાર હોય છે. કૌટુંબિક હિંસાચારમાં પણ હિંસાની તીવ્રતા ઓછી હોય તો પણ તે મહિલા પર હિંસાચાર જ હોય છે. આ જ રીતે ગર્ભનિરોધક નિષ્ફળ નીવડીને ગર્ભધારણા થવાથી તે ગર્ભવતી મહિલા પર માનસિક આઘાત માનવામાં આવતો હોય તો કૌટુંબિક હિંસાચારનો ભોગ બનેલી મહિલા પર તે ગર્ભવતી રહેવાથી માનસિક આઘાત થયો નથી અને ગર્ભધારણા ચાલુ રાખવા પર તેના માનસિક આરોગ્ય પર અસર થશે નહીં એવું કહી શકાય ખરું, મહિલાનું તેના શરીર પર નિયંત્રણ હોવાનું અને પ્રજનન ક્ષમતાની પસંદગીનો હક વૈશ્વિક આરોગ્ય સંગઠને પણ માન્ય કર્યો છે, એવું નિરીક્ષણ ખંડપીઠે મહિલાને ગર્ભપાતની પરવાનગી આપતા ચુકાદામાં કર્યું હતું. તબીબી દષ્ટિએ ગર્ભપાત કાયદો હાલમાં જ થયેલી દુરસ્તી અનુસાર ૨૪ અઠવાડિયા સુધીની ગર્ભધારણામાં ગર્ભપાતને પરવાનગી આપવામાં આવી શકે છે. જાેકે હજુ સુધારિત કાયદાની અમલબજાવણી ચાલુ થઈ નથી. હાલમાં ૨૦ અઠવાડિયા સુધી જ પરવાનગી છે. તેનાથી વધુ સમયની ગર્ભધારણા હોય તો ગર્ભમાનું વ્યંગ અથવા ગર્ભવતીના જાનને જાેખમ અને માનસિક આરોગ્ય પર અસરનાં કારણો હેઠળ ગર્ભપાત માટે હાઈ કોર્ટની પરવાનગી લેવી પડે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/