fbpx
રાષ્ટ્રીય

નેનો સેટેલાઇટ પોતાની સાથે ભગવદ્‌ ગીતા અને વડાપ્રધાનનો ફોટો લઇ અંતરિક્ષમાં જશે

ફેબ્રુઆરી મહિનાના અંતિમ દિવસોમાં એક સેટેલાઈટ લોન્ચ કરવામાં આવશે જે પોતાની સાથે ભગવદ ગીતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ફોટો અને તેમનું નામ લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટનું નામ ભારતના અંતરિક્ષ કાર્યક્રમને આકાર આપનારા મહાન વ્યક્તિત્વ સતીશ ધવનના નામ પરથી છે.

ખાનગી ક્ષેત્રનું આ પહેલું ઉપગ્રહ હશે જે બીજા અંતરિક્ષ મિશનની માફક ભગવદ ગીતા, વડાપ્રધાન મોદીનો ફોટો અને અન્ય ૨૫,૦૦૦ લોકોના નામોને લઈને અંતરિક્ષમાં જશે. આ નેનો સેટેલાઈટને પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવશે.
સ્પેસકિડ્‌સ ઈન્ડિયા તરફથી આ નેનો સેટેલાઈટને વિકસિત કરવામાં આવી રહ્યું છે. આ એક એવી સંસ્થા છે જે વિદ્યાર્થીઓ વચ્ચે અંતરિક્ષ વિજ્ઞાનને પ્રોત્સાહન આપે છે અને તેને મહાન વૈજ્ઞાનિક સતીશ ધવન દ્વારા બનાવવામાં આવી હતી. આ સેટેલાઈટ અન્ય ૩ પેલોડ્‌સને પણ પોતાના સાથે લઈ જશે.

આ ૩ પેલોડ્‌સ પૈકીનું એક અંતરિક્ષ વિકિરણ, મેગ્નેટોસ્ફીયરનું અધ્યયન અને એક ઓછી વીજ પહોળાઈના ક્ષેત્રમાં સંચાર નેટવર્કનું પ્રદર્શન કરશે. સ્પેસકિડ્‌સ ઈન્ડિયાના સંસ્થાપક અને સીઈઓ ડૉ. કેસનના કહેવા પ્રમાણે આ અંતરિક્ષમાં તૈનાત થનારૂં તેમનું પહેલું સેટેલાઈટ હશે જેને લઈ તેઓ ખૂબ જ ઉત્સાહિત છે.

અંતરિક્ષમાં જે ૨૫,૦૦૦ લોકોના નામ મોકલવામાં આવશે તેમાં ૧,૦૦૦ નામ ભારતની બહારના લોકોના પણ છે અને જે લોકોના નામ મોકલવામાં આવશે તેમને બોર્ડિંગ પાસ આપવામાં આવશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/