fbpx
રાષ્ટ્રીય

સોશિયલ મિડીયા પર પોસ્ટ મુકતા માલવિંદર સિંહ માલી વિવાદોમાં ઘેરાયા

સિદ્ધૂના સલાહકાર માલીને કેપ્ટન અમરિંદર સિંહને ધમકાવ્યા છે. મુખ્યમંત્રી કેપ્ટને કહ્યું કે તેમણે માત્ર પંજાબ કોંગ્રેસના પ્રમુખને સલાહ આપવા સુધી મર્યાદિત રહેવું જાેઈએ. એવા મુદ્દાઓ પર કોઈ નિવેદનો ન કરો કે જેના વિશે તમે જાણતા નથી અને ખાસ કરીને જ્યારે તમને ખબર પણ ન હોય કે તેના પરિણામો શું હોઈ શકે છે.આની પહેલા માલવિંદર સિંહે પોતાના ફેસબુક પોસ્ટમાં જમ્મુ-કાશ્મીર અંગે વિવાદિત ટિપ્પણી કરી હતી. આ પોસ્ટમાં તેમણે જમ્મુ-કાશ્મીરને અલગ દેશનો દરજ્જાે આપી દીધો હતો. માલીએ કહ્યું હતું કે કાશ્મીરને સ્વતંત્રતા આપવી જાેઇએ. આના સિવાય તેમણે કાશ્મીરને સ્વતંત્ર કરવાની વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે ભારત અને પાકિસ્તાને આના પર ગેરકાયદેસર કબજાે કર્યો છે.

કેપ્ટને પોતાના મીડિયા એડવાઇઝર રવીન ઠકુરાલના ટિ્‌વટરમાંથી પોસ્ટ કરીને નવજાેત સિંહને પણ ટેગ કર્યા છે. કેપ્ટને કહ્યું કે કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેમણે કાશ્મીર અને પાકિસ્તાન મુદ્દે આપેલા નિવેદનોને દેશ વિરોધી કહ્યા હતા. પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ સિદ્ધૂના સલાહકાર માલવિંદર સિંહ માલીએ પોતાના ફેસબુક પેજ પર પૂર્વ પ્રધાનમંત્રી ઇંદિરા ગાંધીનો એક સ્કેચ પોસ્ટ કર્યો હોવાને કારણે વિવાદોમાં ઘેરાયો છે. માલીએ ૧૯૮૯માં પબ્લિશ ‘જન તક પૈગામ’ નામની પંજાબી મેગેઝિનની કવર ઈમેજ સોશિયલ મીડિયામાં શેર કરી છે. જેમાં ઇંદિરા ગાંધી માણસોના મૃતદેહો અને ખોપડીઓ પર ઊભા છે અને તેમના હાથમાં રહેલી બંદૂક પર પણ એક ખોપડી જાેવા મળી રહી છે. આ સ્કેચમાં લખ્યું છે કે, ‘હર જબર દી યદી કહાની, કરના જબરતે મુંહ દી ખાની’ એટલે કે દરેક ગુનાની એક જ કહાણી છે કે એને છેલ્લે તો પોતાના કર્મોની સજા ભોગવવી જ પડશે. જેના કારણે કોંગ્રેસી નેતાઓ રોષે ભરાયા હતા અને માલીને આ સ્કેચ ડિલિટ કરવાની ટકોર પણ કરી હતી. જાેકે હજુ સુધી તેણે આ સ્કેચ હટાવ્યો નથી. સિદ્ધૂએ માલીને ૧૧ ઓગસ્ટે જ પોતાના સલાહકાર નિયુક્ત કર્યા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/