fbpx
રાષ્ટ્રીય

અમેરિકામાં ઇડાનો તરખાટ વચ્ચે૧૧ લાખ ઘરોમાં વીજળી ગૂલ

અમેરિકામાં વાવાઝોડાને કારણે ઓછામાં ઓછા ૨૩ લોકોના મોત થયા છે, તેમણે કહ્યુ, આ મોતમાંથી મોટાભાગના એવા વ્યક્તિ હતા જે પોતાના વાહનમાં ફસાઇ ગયા હતા. પોલીસે કહ્યુ કે ન્યૂયોર્ક શહેરમાં ૧૨ લોકોના મોત થયા છે જેમાંથી ૧૧ લોકો એવા છે જે પોતાના બેસમેન્ટમાંથી બહાર નીકળી શક્યા નહતા. પીડિતોની ઉંમર ૨થી ૮૬ વર્ષની વચ્ચે છે. અમેરિકામાં આવેલા ઇડા વાવાઝોડાને કારણે નુકસાન થયુ છે. વાવાઝોડાને કારણે આવેલા અચાનક પૂરમાં ન્યૂયોર્કમાં ૪૪ લોકોના મોત થયા છે. અધિકારીઓએ આ તોફાન માટે જળવાયુ પરિવર્તનને જવાબદાર ગણાવ્યો છે. વાવાઝોડાને કારણે રેકોર્ડ વરસાદ નોંધાયો હતો. ન્યૂયોર્ક શહેરમાં ભારે વરસાદને કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઇ છે. રસ્તા નદીમાં બદલાઇ ગયા છે અને બધી સેવાઓને બંધ કરી દેવામાં આવી છે. વાવાઝોડાને કારણે તંત્રએ ઇમરજન્સીની જાહેરાત કરી છે. મેટોડિજા મિહાજલોવ, જેમનું મેનહટ્ટન રેસ્ટોરન્ટના બેસમેન્ટમાં ત્રણ ઇંચ પાણી ભરાઇ ગયુ છે. તેમણે કહ્યુ, હું ૫૦ વર્ષનો છું અને મે ક્યારેય આટલો વરસાદ જાેયો નથી. આ જંગલમાં રહેવા જેવુ છે, ઉષ્ણકટિબંધીય વરસાદની જેમ, અવિશ્વસનીય. આ વર્ષે બધુ અનોખુ થઇ રહ્યો છે. પૂર્વોત્તર અમેરિકા તોફાન ઇડાથી પ્રભાવિત થયુ છે. વાવાઝોડાને કારણે ફ્લાઇટ રદ કરવી પડી છે. લાગાર્ડિયા અને જેએફકે એરપોર્ટની સાથે સાથે નેવાર્ક એરપોર્ટ પરથી હજારો ફ્લાઇટને રદ કરી દેવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/