fbpx
રાષ્ટ્રીય

ભારત વિશ્વગુરુ ક્યારે બની શકે…..?

               ભારત વિશ્વગુરુ બને તેવું દરેક ભારતના નાગરિકો ઈચ્છતા હોય તે સ્વાભાવિક છે... પરંતુ વિશ્વગુરૂ બનવા માટેનો મૂળ પાયો શિક્ષણ છે તે વાત પ્રજા કે સરકારમાં બેઠેલા કેટલા લોકો સમજે છે.....?!તે સવાલ આમ પ્રજામાં ઉભો થયો છે. દેશમાં શિક્ષણનું સ્તર મોટા પ્રમાણમાં કથળી ગયું છે અને તેનું ઉદાહરણ છે વિશ્વની શ્રેષ્ઠતમ ૩૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની એક યુનિવર્સિટીનું નામ નથી. જાેકે ટોપ લેવલની ૫૦૦ યુનિવર્સિટીઓમાં ભારતની ફક્ત ત્રણ યુનિવર્સિટીને સ્થાન મળ્યું છે. જ્યારે કે ગત વર્ષે ૫૦૦ યૂનિવર્સિટીમાં ભારતની છ યુનિવર્સિટીઓ હતી. આને અર્થ શું સમજવાનો.....? દેશમાં શિક્ષણનું સ્તર નબળા સ્તરે પહોંચી ગયું છે....! બીજી તરફ સરકારની નીતિઓ સરકારી શાળાઓનું બર્ડન ઓછું કરવા ખાનગી શાળા-કોલેજાે ખોલવા  પ્રોત્સાહન આપી રહી છે.  ખાનગી શાળાઓ  શરૂઆતમાં વિદ્યાર્થીઓના સારા પરિણામો આવે તે તરફ ધ્યાન આપતી હોય છે. અને પ્રસિદ્ધિ મળ્યા પછી મોટાભાગની ખાનગી શાળાઓ માત્ર આવક પર ધ્યાન આપતી હોય છે... પરિણામે શિક્ષણ સ્તર કથળી ગયું છે......! બીજી તરફ સરકાર ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓમાં વિદ્યાર્થીઓ પૂરતી સંખ્યામાં મળતાં ન હોવાના બહાને વિદ્યાર્થીઓ હોવાના કારણે શાળાઓ મર્જ કરવા તરફ વિશેષ ધ્યાન આપી રહી છે. તો અનેક શિક્ષકોની પણ ભૂલ છે કે તેઓ આધુનિક સમયને ઓળખીને ખાનગી શાળાઓને ટક્કર આપવા માટે વિદ્યાર્થીઓને વહેવારીકતાનુ જ્ઞાન આપવા સાથે શિક્ષણની ગુણવત્તા સબળ બને તે તરફ ધ્યાન ધ્યાન ન આપ્યું હોઈ શકે.... ઉપરાંત સરકારે શિક્ષણ કાર્ય  સિવાય અન્ય કાર્યોમાં જાેતરવાનુ કાર્ય કર્યું જેને કારણે શિક્ષકની કાર્ય શક્તિ ઉપર અસર થઇ અને પરિણામે શિક્ષણ સતલ કથળી ગયું તેમ કહીએ તો અતિશયોક્તિ નથી...! તેમજ ગ્રામ્ય સ્તરે શાળાઓ મર્જ કરતા દીકરીઓને ગામથી દૂર ભણવા મોકલવા પર મોટા ભાગના મા બાપ તૈયાર હતા નહીં,તો ગામ બહારની અન્ય શાળા પર પહોંચવા જરૂરી વાહન સુવિધાનો અભાવ પણ રહ્યો છે.....!જાે આવી સ્થિતિ શિક્ષણ ક્ષેત્રમાં હોય તો પછી ભારત વિશ્વગુરુ કઈ રીતે બની શકે.....?

                   કોરોના કાળે દેશના શિક્ષણ ક્ષેત્રને મોટામાં મોટું નુકસાન કર્યું છે તે હકીકત વધુ પ્રમાણમાં ગ્રામ્ય વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ અને વાલીઓ સમજી શકે છે. કારણ કે કોરોના સાંકળ તોડવા લોકડાઉન લાદવામાં આવ્યું હતું. બીજી તરફ વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત ન રહે તે માટે સરકારે ઓનલાઈન શિક્ષણ આપવાનુ શરૂ કરાવ્યુ પરંતુ એ બાબતે ના વિચાર્યું કે ગામડાઓમાં ૨૪ કલાક વીજળી મળતી નથી, તો મોટાભાગના પરિવારો જેમાં શહેરના પણ આવી જાય તે મધ્યમ વર્ગ,ગરીબ અને મજૂર વર્ગના વિદ્યાર્થી પાસે મોબાઇલ સુવિધા નથી હોતી અને જાે એનકેન પ્રકારે સુવિધા ઊભી કરે તો ગ્રામીણ વિસ્તારોમાં ઇન્ટરનેટની તકલીફ..... મોટાભાગના ગામડાઓમાં ઈન્ટરનેટ જ પકડાતુ ના હતુ. બીજી તરફ દેશના અનેક વિસ્તારોમા શિક્ષણ આપવા માટે શિક્ષકો કે મકાન જેવી મુખ્ય સુવિધાઓની અછત હોય કે નાજ હોય પછી તેમને ઓનલાઇન શિક્ષણ આપવાની વાતનો અર્થ શો.....? અને આ સમયે અગત્યની એ વાત સમજવાની જરૂર છે કે "કોઈ પણ દેશને ખોખલો કરી ખતમ કરવો હોય તો શિક્ષણ ખતમ કરો.....એટલે દારૂગોળો કે શસ્ત્રો વાપરવાની જરૂર જ ન પડે" આ વાત સમજી સરકારે વધુ પ્રમાણમાં શિક્ષણ સુધારવા- શિક્ષણની ગુણવત્તા વધારવા સાથે દરેકને મફત શિક્ષણ મળે કે નહીવત ફી માં મળી રહે તે તરફ વિશેષ બજેટ ફાળવવા સાથે ધ્યાન આપવાની જરૂર છે અને તોજ.... ભારત વિશ્વગુરૂ બની શકે.....!
Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/