fbpx
રાષ્ટ્રીય

સૌ પ્રથમવાર ચીને રિઝર્વ ક્રૂડ વેચવા કાઢયું

ચીનના સરકારી વિભાગ અનુસાર આ વેચાણ રિફાઇનરી અને પેટ્રોકેમિકલ કંપનીઓને કરવામાં આવશે. ચીને ૨૦૧૭ માં કહ્યું હતું કે તેણે દેશમાં ૯ મોટા તેલ ભંડાર બનાવ્યા છે, જેમાં ૩.૭૭ કરોડ ટન ક્રૂડ ઓઇલ છે. ત્યારબાદ ચીને કહ્યું કે ૨૦૨૦ના અંત સુધીમાં તે તેના ભંડારમાં ૮ કરોડ ટન ક્રૂડ એકત્રિત કરવા માંગે છે. જાેકે કોરોનાકાળને પગલે આ લક્ષ્યાંક આગળ લંબાવાયો છે.ચીનની અર્થવ્યવસ્થા મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. ચીનનો પ્રોડયુસર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે ઉત્પાદક ભાવ સૂચકાંક ઓગસ્ટ, ૨૦૨૧માં ૧૩ વર્ષની ઉંચી સપાટીએ પહોંચી ગયો હતો. તેનું સૌથી મોટું કારણ પેટ્રોલિયમના ભાવમાં વધારો હોવાનું કહેવામાં આવ્યું હતું.

દેશમાં વીજળીની માંગ પણ ઝડપથી વધી રહી છે. આ કારણે ઘણા પ્રાંતોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. થોડા દિવસો પહેલા ચીની સરકારે ચેતવણી આપી હતી કે જાે પેટ્રોલિયમ અને વીજળીના ભાવ વધતા રહેશે તો તેની આર્થિક વૃદ્ધિ અને રોજગાર પર અસર પડશે. સરકારે કહ્યું હતું કે આ ફુગાવો નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓ પર ખરાબ અસર કરી રહ્યો છે.જગત જમાદાર અમેરિકાની વેપાર મુદ્દે કડકાઈ અને દિગ્ગજ કંપનીઓનું ભારત તરફ વધતું જાેમ ચીન માટે આર્થિક મુશ્કેલીઓ ઉભી કરી રહ્યાં છે. ચીનની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે તેણે પ્રથમ વખત સ્ટ્રેટેજિક રિઝર્વમાંથી ક્રૂડ ઓઇલ વેચવાનું શરૂ કરવું પડયું છે.

જાેકે ચીનની સરકારે કહ્યું છે કે આ પગલું ક્રૂડ ઓઇલના ભાવને અંકુશમાં લેવા માટે લેવામાં આવ્યું છે. તેનાથી વિપરીત નિષ્ણાતોનું કહેવું છે કે તેને ચીનમાં આર્થિક પડકારોમાં વધારા તરીકે જાેવું જાેઈએ. તાજેતરમાં જ ચીને કહ્યું હતું કે તે ૨૦૨૨ના અંત સુધીમાં ૮.૫ કરોડ ટનનો ઓઇલ રિઝર્વ બનાવવા માંગે છે, જે અમેરિકાના સ્ટ્રેટેજિક પેટ્રોલિયમ રિઝર્વની સમકક્ષ છે. આ લક્ષ્યાંક સાથે આગળ વધી રહેલ વિશ્વના સૌથી મોટા આયાતકાર તરફથી તેના ક્રૂડના ભંડારમાંથી ઓઇલ વેચવું આર્થિક સંકટ તરીકે જાેવામાં આવી રહ્યું છે. ચીનના ગ્રેઇન એન્ડ મટિરિયલ્સ રિઝર્વના સ્ટીટ બુમરોએ જણાવ્યું હતું કે સ્ટેન્ટ કાઉન્સિલે પ્રથમ વખત નેશનલ રિઝર્વમાંથી ક્રૂડ ઓઇલને તબક્કાવાર રીતે વેચવાની મંજૂરી આપી છે. સ્ટેટ બ્યુરોએ જણાવ્યું હતું કે કાઉન્સિલે કંપનીઓ પર કાચા માલના ભાવ વધારાના દબાણ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. બજારમાં ઓપન બિડિંગ દ્વારા નેશનલ રિઝર્વ ક્રૂડ ઓઈલનું વેચાણ સ્થાનિક બજારમાં સપ્લાય અને માંગને સ્થિર કરશે. આ સાથે રાષ્ટ્રીય ઉર્જા સુરક્ષાની ગેરંટી ઉપલબ્ધ રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/