fbpx
રાષ્ટ્રીય

આનંદ ગિરિ ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં


આનંદ ગિરિને દેશ વિદેશના પ્રવાસનો પણ ખૂબ જ શોખ છે. લગભગ છ વર્ષ અગાઉ તેઓ ઓસ્ટ્રેલિયા ગયા હતા. ત્યાં હોટલમાં બે મહિલાઓ સાથે છેડછાડ અને મારપીટ કરવાનો તેમના પર આરોપ હતો. ગયા વર્ષે જ આનંદનો એક ફોટો વાયરલ થયો હતો. ફોટામાં તેઓ વિમાનના બિઝનેસ ક્લાસમાં બેઠેલા દેખાયા હતા. તેમની સામેના હોલ્ડર પર દારૂનો ગ્લાસ દેખાઈ રહ્યો હતો. આ ફોટો વાયરલ થયા બાદ મઠ સાથે સંકળાયેલા લોકોએ તેનો વિરોધ કર્યો હતો. ત્યાર બાદ આનંદ ગિરિએ સ્પષ્ટતા કરવી પડી હતી કે એ ગ્લાસમાં સફરજનનો રસ હતો. તેમને બદનામ કરવા આ તસવીરો વાયરલ કરાઈ હતી એવો તેમણે સામો આક્ષેપ કર્યો હતો. આનંદ ગિરિ પર એવા પણ આરોપ લાગ્યા છે કે તેઓ સંત પરંપરાથી વિરુદ્ધ પોતાના પરિવાર સાથે સંબંધ રાખે છે. મંદિરથી સંકળાયેલા લોકો અનુસાર આનંદ ગિરિની રહેણી-કરણી અને વિવાદોને કારણે તેમના ગુરુ સાથે અનેક વાર તેમના મતભેદ થયા હતા.

મહંત નરેન્દ્ર ગિરિના મોતના કેસમાં તેમના શિષ્ય મહંત આનંદ ગિરિની મુશ્કેલીઓ સતત વધી રહી છે. ચીફ જ્યુડિશિયલ મેજસ્ટ્રિટ કોર્ટે કેસના આરોપી આનંદ ગિરિ અને આધા તિવારીને આજે ૧૪ દિવસની જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી દીધા છે. પોલીસ હવે પૂછપરછ માટે તેમના રિમાન્ડ લેવા માટે કોર્ટમાં અરજી દાખલ કરી શકે છે. આ અગાઉ આ કેસમાં સીબીઆઇ તપાસની પણ માગ કરવામાં આવી હતી. કરપાત્રી આશ્રમના પ્રમુખ સંત અભિષેક બ્રહ્મચારીએ મહંત નરેન્દ્ર ગિરિના શંકાસ્પદ સંજાેગોમાં મોતના કેસની તપાસ કોર્ટની નજર હેઠળ સીબીઆઇ પાસે કરાવવાની માગ કરી છે. ઉલ્લેખનીય છે કે અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત સ્વામી નરેન્દ્ર ગિરિના મૃતદેહ ગત સોમવારે પ્રયાગરાગ સ્થિત તેમના મઠમાં છત પર લટકતો મળી આવ્યો હતો. મઠની સંપત્તિના વિવાદમાં તેમની હત્યા કરવામાં આવી હોવાની ચર્ચાએ જાેર પકડયુ છે. શ્રીમઠ બાઘમ્બરી ગાદીના મહંત અને અખિલ ભારતીય અખાડા પરિષદના અધ્યક્ષ મહંત નરેન્દ્ર ગિરિના પોસ્ટમોર્ટમમાં જાણવા મળ્યું છે કે ફાંસીને કારણે તેમનું મોત થયું હતું. મહંત નરેન્દ્ર ગિરિના મોત પરથી પડજાે ઉંચકવા માટે આજે સ્વરુપરાની નહેરૂ હોસ્પિટલના પોસ્ટમોર્ટમ હાઉસમાં તેમના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. આ પોસ્ટમોર્ટમ નિષ્પક્ષ રીતે થાય તે માટે પાંચ ડોક્ટરોની પેનલ બનાવવામાં આવી હતી. સમગ્ર ટીમનું સુપરવિઝન સ્વયં મુખ્ય આરોગ્ય અધિકારી ડો. નાનક સરને કર્યુ હતું. પોસ્ટમોર્ટમ રૂમને પોલીસે ચારે બાજુથી ઘેરી લીધું હતું. પોસ્ટમોર્ટમ માટે પાંચ ડોક્ટરોની પેનલ બનાવવામાં આવી હોય તેવું ઘણા સમય પછી જાેવા મળ્યું છે. આ દરમિયાન નિરંજન અખાડાના રવિન્દ્ર પુરીએ જણાવ્યું છે કે ફાંસીમાં માથાની પાછળ ઇજાના ચિહ્નો કેવી રીતે હોઇ શકે? જીભ અને આંખો ચઢી નથી પછી આ ફાંસી કઇ રીતે હોઇ શકે. તેમણે વધુમાં જણાવ્યું છે કે જે સ્યુસાઇડ નોટ મળી આવી છે તે મહંત નરેન્દ્ર ગિરિએ લખી નથી. આ બાબતની જાણ થવી જાેઇએ.

એવુ લાગે છે કે કોઇ બીએ પાસ યુવકે આ નોટ લખી છે. અખાડામાં સાત દિવસના શોકની જાહેરાત કરવામાં આવી છે. અખાડા પરિષદના અધ્યક્ષ પદનો ર્નિણય ૧૬ દિવસ પછી લેવામાં આવશે. અખાડા પરિષદના અધ્યક્ષ નરેન્દ્ર ગિરિના મોત પછી તેમના શિષ્ય નરેન્દ્ર ગિરિના મોત બાદ તેમના શિષ્ય મહંત આનંદ ગિરિની લાઈફ સ્ટાઈલ ચર્ચામાં છે. મોંઘી ગાડીઓમાં ફરવું અને કિંમતી મોબાઈલ રાખવા તેમનો શોખ છે. તેમના ભગવા કપડા પણ મોંઘા હોય છે. ઉપરાંત તેઓ ઓસ્ટ્રેલિયામાં મહિલાઓ સાથે છેડછાડ અને વિમાનમાં દારૂ સાથેના ફોટોને કારણે પણ વિવાદમાં રહ્યા છે. આનંદ ગિરિ પ્રયાગરાજમાં સંગમના તટ પર આવેલા હનુમાન મંદિરમાં મહંત નરેન્દ્ર ગિરિના સૌથી વિશ્વનીય હતા. એથી જ લોકો તેમને છોટે મહારાજ કહેતા હતા. આનંદ ગિરિને લક્ઝરી કારોનો શોખ છે. પ્રયાગરાજમાં તેમની નજીકના સુત્રોના જણાવ્યા મુજબ હોંડા સિટી તેમની માનીતી કાર છે. પણ મહા મહિનાના મેળામાં તેઓ અવારનવાર બુલેટ પર સવાર થયેલા દેખાતા હતા. ત્યારે પણ તેમના હાથોમાં એપલના બે મોંઘા મોબાઈલ રહેતા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/