fbpx
રાષ્ટ્રીય

ખેડૂતોની ક્રુર હત્યામાં હજુ કોઇની ધરપકડ કેમ નથી કરી? : સુપ્રીમ કોર્ટ


કેન્દ્રીય મંત્રી અજય મિશ્રા હજુ પણ અકડ દેખાડી રહ્યા છે. તેમણે કહ્યું કે મારો પુત્ર આશીશ મિશ્રા ક્યાંય પણ ભાગ્યો નથી, તે શનિવારે હાજર થઇ જશે. મારા મંત્રી હોવા છતા પણ પુત્રની સામે ફરિયાદ દાખલ થઇ ચુકી છે. મારી જગ્યાએ અન્ય કોઇ હોત તો એફઆઇઆર જ દાખલ ન થવા દેત. ઉત્તર પ્રદેશની સરકાર ન્યાયમાં વિશ્વાસ રાખે છે, મારો પુત્ર નિર્દોશ છે. જાે તે સ્થળ પર હાજર હોત તો તેની પણ હત્યા કરી દેવામાં આવી હોત. મંત્રીએ કહ્યું કે મારો પુત્ર ઘરે જ છે, તેને ઇચ્છે તે મળી શકે છે. મંત્રીના પુત્રએ શુક્રવારે સવારે ૧૦ વાગ્યે હાજર થવાનું હતું પણ તે હાજર નહોતા થઇ શક્યા. તેથી તેમને વધુ એક નોટિસ મોકલવામાં આવી હતી, તેથી હવે શનિવારે તે ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થાય તેવી શક્યતાઓ છે. જે બાદ તેની ધરપકડ કરવામાં આવી શકે છે. ઉત્તર પ્રદેશના લખીમપુર ખીરી વિસ્તારમાં ભાજપના નેતાએ કાર ચડાવી દેતા ચાર ખેડૂતો અને એક પત્રકારનું મોત નિપજ્યું હતું જ્યારે બાદમાં હિંસામાં અન્ય ત્રણ લોકો પણ માર્યા ગયા હતા. આ સમગ્ર મામલાનો સુપ્રીમ કોર્ટે સુઓમોટો લીધો હતો અને ઉત્તર પ્રદેશની યોગી સરકાર પ્રત્યે નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે કહ્યું હતું કે સરકારે જે પણ પગલા લીધા તેનાથી અમને સંતોષ નથી.

કોર્ટે સવાલ કર્યો હતો કે હજુસુધી મુખ્ય આરોપીઓની ધરપકડ કેમ નથી કરવામાં આવી? સુપ્રીમ કોર્ટે પુરાવાઓને સાચવી રાખવા સરકારને આદેશ આપ્યો હતો. સાથે કહ્યું હતું કે આઠ લોકોની ઘાતકી હત્યા કેસમાં કાયદા મુજબ બધા જ આરોપીઓની સામે પગલા લેવા જાેઇએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે સરકારે અત્યાર સુધી લીધેલા પગલાનો સ્ટેટસ રિપોર્ટ અમારી સમક્ષ રજુ કર્યો છે જેનાથી અમને સંતોષ નથી. હજુસુધી એક પણ આરોપીની ધરપકડ નથી કરવામાં આવી, સરકાર શું સંદેશો આપવા માગે છે? બીજી તરફ સરકાર તરફથી હાજર હરીશ સાલ્વેએ કહ્યું કે શનિવારે સવારે ૧૧ વાગ્યે મંત્રી અજય મિશ્રાના આરોપી પુત્ર આશીશ મિશ્રા ક્રાઇમ બ્રાંચ સમક્ષ હાજર થઇ જશે. આરોપી આશીશ મિશ્રાની હજુસુધી કેમ ધરપકડ નથી થઇ શકી તેવો પણ સવાલ કોર્ટે કર્યો હતો.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ મામલાની તપાસ અન્ય કોઇ એજન્સી કરી શકે તેમ છે કે કેમ તે પણ અમને જણાવવામાં આવે. અને જ્યા સુધી અન્ય કોઇ એજન્સી મામલાની તપાસ ન હાથમાં લે ત્યાં સુધી પુરાવાઓને યોગ્ય રીતે સાચવીને રાખવામાં આવે. આ હત્યાનો કેસ છે, તમે આરોપીઓ પ્રત્યે નરમ વલણ કેમ દાખવી રહ્યા છો? શું સંદેશો આપવા માગો છો? જવાબમાં કોર્ટને સરકારે કહ્યું કે આશીશ મિશ્રા જાે શનિવારે હાજર નહીં થાય તો કાયદો તેનું કામ કરશે. આશીશ મિશ્રા હાલ ફરાર છે અને તેઓ નેપાળ ભાગી ગયા હોવાના અહેવાલો પણ સામે આવ્યા છે. જ્યારે પત્રકારના પિતાએ કહ્યું કે ખેડૂતોના આંદોલનને કવર કરવા ગયેલા તેમના પુત્રનું વાહન ટકરાવવાથી મોત નિપજ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/