fbpx
રાષ્ટ્રીય

બ્રિટન હવે ટીપુ સુલતાનના સિંહાસનનો સોનાનો વાઘ વહેચશે

બ્રિટનના કલા મંત્રી લોર્ડ સ્ટીફન પાર્કિંન્સને જણાવ્યું કે, ‘આ ચમકદાર મુકુટ ટીપુ સુલતાનના શાસનની કહાની દેખાડે છે અને અમને અમારા શાહી ઈતિહાસમાં લઈ જાય છે. મને આશા છે કે, બ્રિટનનું કોઈ ખરીદદાર આગળ આવશે જેથી અમે ભારત સાથેના અમારા સંયુક્ત ઈતિહાસમાં આ મહત્વપૂર્ણ અવધિ અંગે વધારે જાણી શકીશું.’ ટીપુની હારનું બ્રિટનના શાહી અતીત માટે ખૂબ ઐતિહાસિક મહત્વ હતું જેથી ટીપુની કહાની અને વસ્તુઓની સાથે એક સમકાલીન આકર્ષણ સર્જાયું. તેમની હાર બાદ ટીપુના ખજાનાની અનેક વસ્તુઓ બ્રિટન પહોંચી જ્યાં તેમણે કવિતા (જાેન કીટ્‌સ), કથા (ચાર્લ્સ ડિકેન્સ, વિલ્કી કોલિન્સ), કલાકારો (જેએમડબલ્યુ ટર્નર)ને પ્રભાવિત કર્યા અને ખૂબ જ સાર્વજનિક હિતને આકર્ષિત કર્યા.

બ્રિટને ૧૮મી સદીમાં મૈસુરના શાસક રહી ચુકેલા ટીપુ સુલતાનના સિંહાસન પર લાગેલા સુવર્ણજડિત વાઘના માથાને વિદેશમાં રોકવા પર કામચલાઉ પ્રતિબંધ લાગુ કરી દીધો છે. શુક્રવારે લાગુ કરવામાં આવેલા આ નિકાસ પ્રતિબંધ પાછળ સરકારનો ઉદ્દેશ્ય ઐતિહાસિક મુકુટ આભૂષણ માટે બ્રિટિશ ખરીદદાર શોધવાનો છે જેથી તેને દેશમાં જ રાખી શકાય. વાઘના મુકુટમાં જડાયેલા આભૂષણની કિંમત આશરે ૧૫ લાખ પાઉન્ડ છે અને બ્રિટિશ સરકાર દ્વારા તેને પ્રતિબંધિત નિકાસની યાદીમાં રાખવાથી બ્રિટનની કોઈ ગેલેરી કે સંસ્થાને આ ઐતિહાસિક વસ્તુ ખરીદવા માટે સમય મળી જશે. જાણકારોના કહેવા પ્રમાણે ટીપુ સુલતાનના સિંહાસનમાં ૮ સોનાના વાઘ હતા અને આ સોનાના વાઘનું માથું તેમાંથી એક છે. ટીપુ સુલતાન મૈસુરના શેર તરીકે પણ ઓળખાય છે. સિંહાસનની ૩ જીવીત સમકાલીન છબિઓ પણ બ્રિટનમાં છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/