fbpx
રાષ્ટ્રીય

જગત ને આફરીન કરી દેતું દેશ નું હુન્નર કલા કૌશલ્ય હસ્ત કલા સપ્તાહ જરૂર છે સૌની કુશળતા કદરદાન ની

દેશ ના લાખો કારીગરો નું હુન્નર કૌશલ્ય કલા એટલે સમગ્ર વિશ્વ ને આંજી દેતું હુન્નર કૌશલ્ય મોતી માટી ભરથ ગૂંથણ કાષ્ટ કાસ્ય કલા ચર્મ કલા સહિત અભિભૂત કરતું હુન્નર કૌશલ્ય આ દેશ માં છે જરૂર છે કદરદાન ની હજારો હાથ ને આપ બળે આગળ વધી રોજગારી નું સર્જન કરનાર કર્મઠ કારીગરો ઉત્થાન ની ૮ થી ૧૫ ડિસેમ્બર અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય હસ્તકલા વિકાસ નિ.લિ દ્વારા કમિશનર કુટિર અને ગ્રામોદ્યોગ ગુજરાત સરકારના સહયોગથી  ગુજરાત હસ્તકલા મેળા નું આયોજન અર્બન હાટ  અમદાવાદ ખાતે ૮ મીથી ૧૨ મી ડિસેમ્બર સુધી કરવામાં આવે છે  ગુજરાતમાં વિવિધ પ્રદેશની ભાતીગળ કળાઓ દેશભરમાં મશહૂર છે જેમ કે કચ્છ પ્રદેશનું કચ્છી ભરત  અજરખ પ્રિન્ટ બાંધણી પાટણના પટોળા સંખેડાનું લાખકામ વગેરે ખૂબ વખણાય છે  આ હસ્તકલાના કારીગરોને ઉત્તેજન આપવા માટે ગુજરાત સરકારશ્રીની પેકેજ યોજના હેઠળ હસ્તકલા માલના વેચાણ ઉપર વળતર માન્યતા આપવામાં આવે છે  અને આવા માલના વેચાણ ઉપર ૫ ટકા લેખે વળતર ચૂકવવામાં આવે છે વિશેષ પ્રોત્સાહન રૂપે દર વર્ષે ભારત સરકારશ્રી તરફથી વસ્ત્ર મંત્રાલય દ્વારા આયોજિત મેળાઓ ડિસેમ્બર માસમાં ૮ થી ૧૫ દરમિયાન યોજવામાં આવે છે અને તેમાં વહેંચાયેલ માલ ઉપર વધારાનું ૧૦ ટકા સુધીનું વળતર આપવામાં આવે છે  હસ્તકલા કારીગરો મારફતે તૈયાર થયેલ ઉત્કૃષ્ટ અને બેનમૂન નમૂનાઓની સ્પર્ધા યોજી ઉત્તમ નમૂનાઓની પસંદગી કરી પ્રથમ દ્વિતીય અને તૃતીય વિજેતાઓને સન્માન સમારંભ યોજી રાજ્યપાલશ્રીના વરદ્ હસ્તે રોકડ પુરસ્કાર  શાલ તામ્રપત્ર એનાયત કરવામાં આવે છે તેમજ રાષ્ટ્રીય એવોર્ડ માટે ગુજરાતના કારીગરોના નમૂનાઓની પસંદગી કરી મોકલવામાં આવે છે જેમાં પસંદગી થયેલ કલાકારોને રાષ્ટ્રપતિશ્રીના વરદ્ હસ્તે સન્માનવામાં આવે છે અસંખ્ય વ્યક્તિગત કારીગરો આમ ઉત્સાહ ભેર ભાગ લે છે મેળાને તેના ઉદ્દેશની પરિપૂર્તિ રૂપે લોકોને સારો આવકાર શરૂઆતથી જ સાંપડે છે જે મેળામાં પ્રદર્શિત થતી વસ્તુઓ પ્રત્યે લોકઅભિરૂચિ અને સહકારની ભાવના પ્રસ્થાપિત કરે છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/