fbpx
રાષ્ટ્રીય

તમારા બાળકને વારંવાર કાનમાં ખંજવાળ આવે છે? તો પહેલા જાણી લો આ કારણો, નહિં તો..

તમારા બાળકને વારંવાર કાનમાં ખંજવાળ આવતી હોય તો આ વાતને તમે જરા પણ ઇગ્નોર કરશો નહિં, પરંતુ આજે તમે અહીં જાણી લો કે તમારા બાળકને વારંવાર ખંજવાળ આવવા પાછળ કયા કારણો જવાબદાર છે જેના કારણે તમે આખો દિવસ હેરાન થઇ જાવો છો.

નાના બાળકોને સંભાળવુ ખૂબ અઘરું બની જતુ હોય છે. આમ, જ્યારે તમે પહેલીવાર પેરેન્ટ્સ બની રહ્યા છો ત્યારે તમારા મનમાં અનેક ઘણાં પ્રશ્નો ઉભા થતા હોય છે. આવામાં બાળકોના રડવાથી લઇને દરેક નાની-નાની વાતો પર ખાસ ધ્યાન આપવું પડે છે. જો કે ઘણાં નાના બાળકોને કાનમાં વારંવાર ખંજવાળ આવતી હોય છે અને તેઓ કાનમાં આંગળી નાખવાનો પ્રયત્ન કરીને ખંજવાળવાની કોશિશ કરતા હોય છે. આમ, શું તમારા બાળકને પણ વારંવાર કાનમાં ખંજવાળ આવે છે?  તો આ સમસ્યા સામાન્ય છે પરંતુ વારંવાર કાન ખેંચવા અને કાનમાં ખંજવાળવું તેમજ કાનમાં આંગળી નાખવાથી બાળક જલદી સંક્રમણની ઝપેટમાં આવી જાય છે.

જો તમે આ સમસ્યાને નજરઅંદાજ કરી રહ્યા છો તો હવે ચેતી જજો. તો આજે અમે તમને જણાવીશું કે બાળકને વારંવાર ખંજવાળ આવવા પાછળ કયા કારણો જવાબદાર છે. તો જાણી લો તમે પણ અહીં…

કાનની આસપાસ રેશિશ થવા
બાળકની સ્કિન ડ્રાય હોવાથી વારંવાર કાનની આસપાસ રેશિશ થવાનો ખતરો વધુ પ્રમાણમાં રહે છે. આ માટે સતત ધ્યાન રાખો બાળકને  કાન આગળ ક્યાંક રેશિશ તો નથી થયાને.

કાનમાં ઇન્ફેક્શન થવું
કાનમાં ઇન્ફેક્શન થવાથી બાળકને સતત કાનમાં ખંજવાળ આવતી હોય છે. આ માટે વારંવાર હાથને કાન આગળ લઇ જાય છે અને પછી ખંજવાળવા લાગે છે. આ સમસ્યા થાય ત્યારે બાળક આખો દિવસ રડ્યા કર્યા છે.

કાનમાં પાણી રહી જાય
સામાન્ય રીતે નાહતી વખતે બાળકના કાનમાં પાણી ભરાઇ જાય છે. આ કારણે બાળક ચીડિયું થઇ જાય છે અને આખો દિવસ રડ્યા કરે છે. કાનમાં પાણી ભરાઇ જવાથી બાળકને સતત ખંજવાળ આવતી હોય છે. આ માટે બાળકને નવડાવ્યા પછી કાનમાં સૂકા કપડાથી બરાબર લૂછી લો જેથી કરીને પાણી ના રહી જાય.

કાનમાં મેલ જમા થવો
કાનમાં મેલ થવાથી બાળકને સતત ખંજવાળ આવે છે અને રડ્યા કરે છે. આ કારણે બાળકની ફરિયાદ હોય છે કે મને કાનમાં બહુ ખંજવાળ આવે છે. આમ, જો તમારું બાળક પણ આવી ફરિયાદ કરે છો તો સમજી લો કે બાળકના કાનમાં મેલ થયો છે જેથી કરીને તેને આ તકલીફ પડી રહી છે. આ માટે કાનમાં જ્યારે મેલ થાય ત્યારે ડોક્ટર પાસે લઇ જાવો અને આ સમસ્યામાંથી બહાર આવો.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/